- યસ બેન્કના શેરમાં 4% તેજી, મારૂતિમાં 3% વધારો
- એચસીએલ ટેકના શેરમાં 1.4%, ઈન્ફોસિસમાં 1.2% ઘટાડો
Divyabhaskar.com
Sep 09, 2019, 05:46 PM ISTમુંબઈઃ શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ફાયદામાં રહ્યું હતું. સેન્સેક્સ 163 અંકના વધારા સાથે 37,145.45 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 37,244 સુધી વધ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 56 અંક વધી 11,003 પર બંધ થયો હતો. ઈન્ટ્રા-ડેમાં તે 11,028.85 સુધી વધ્યો હતો. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે વિદેશી સંકેતોના કારણે ભારતીય બજારોને ફાયદો થયો છે. ફાઈનાન્શિયલ અને ઓટો કંપનીઓના શેરમાં સારી ખરીદી થઈ હતી.
પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 1.6% વધારો
સેન્સેક્સના 30માંથી 20 અને નિફ્ટીના 50માંથી 35 શેર વધારા સાથે બંધ થયા હતા. એનએસઈ પર 11માંથી 10 સેકટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યા હતા. પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.6 ટકા તેજી આવી હતી. બીજી તરફ આઈટી ઈન્ડેક્સ 0.72% નુકસાનમાં રહ્યો.
નિફ્ટીના ટોપ-5 ગેનર
શેર | વધારો |
યસ બેન્ક | 4.30% |
યુપીએલ | 3.85% |
મારૂતિ | 2.72% |
લાર્સન એન્ડ ટુબ્રો | 2.40% |
ભારતી એરટેલ | 2.28% |
નિફ્ટીના ટોપ-5 લુઝર
શેર | ઘટાડો |
એચસીએલ ટેક | 1.40% |
આયશર મોટર્સ | 1.26% |
ઈન્ફોસિસ | 1.21% |
ટેક મહિન્દ્રા | 1.07% |
બજાજ ઓટો | 1.03% |