શેરબજાર / સેન્સેક્સ 337 અંકના વધારા સાથે 36982 પર બંધ, નિફ્ટી 11000ની નીચે

The Sensex rose 337 points to 36982, the Nifty 98 points higher to 10946

  • ટેક મહિન્દ્રાના શેરમાં 4% ઉછાળો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 2% વધારો
  • ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સના શેરમાં 4.6%, સનફાર્મામાં 1.6% ઘટાડો

Divyabhaskar.com

Sep 06, 2019, 05:07 PM IST

મુંબઈઃ શેરબજાર સપ્તાહના છેલ્લા દિવસે ફાયદામાં રહ્યું હતું. સેન્સેક્સ 337 અંકના વધારા સાથે 36,981 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 37,012 સુધી ચઢ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 98 અંક ઉપર 10,946 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 10,957ના ઉચ્ચે સ્તરે પહોંચ્યો હતો.

બજારમાં તેજીનું કારણ શું છે ?

એનાલિસ્ટનો જણાવ્યા પ્રમાણે મજબૂત વિદેશી અને ઘરેલુ સંકતોના કારણે બજારને ફાયદો થયો. અમેરિકા-ચીનની વચ્ચે અગામી મહિનાથી વેપાર-વાતચીત ફરીથી શરૂ થશે. બીજી તરફ નાણા રાજય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર મંદીનો સામનો કરી રહેલી ઓટો-ઈન્ડસ્ટ્રીની શકય તેટલી મદદ કરવા તૈયાર છે.

મેટલ ઈન્ડેક્સમાં 2% વધારો

સેન્સેક્સના 30માંથી 23 અને નિફ્ટીના 50માંથી 35 શેર વધારા સાથે બંધ થયા હતા. એનર્જી અને બેન્કિંગ કંપનીઓના શેરમાં સારી ખરીદી થઈ હતી. એનએસઈ પર 11માંથી 8 સેક્ટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં હતા. મેટલ ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.9 ટકા તેજી આવી. બીજી તરફ રિઅલિટી ઈન્ડેક્સ સૌથી વધુ 0.66 ટકા નુકસાનમાં રહ્યાં.

શેર વધારો
મારૂતિ 3.87%
ટેક મહિન્દ્રા 3.85%
ટાટા સ્ટીલ 3.43%
એનટીપીસી 3.28%
એક્સિસ બેન્ક 3.23%

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર ઘટાડો
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 4.57%
યસ બેન્ક 1.94%
સન ફાર્મા 1.57%
વિપ્રો 1.51%
એચસીએલ ટેક 1.34%
X
The Sensex rose 337 points to 36982, the Nifty 98 points higher to 10946
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી