ભંડોળ / શ્રીરામ ટ્રાન્સપોર્ટ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનાં પબ્લિક ઇશ્યૂથી રૂ.10,000 કરોડ ઊભા કરશે

Shriram Transport will raise Rs 10,000 crore through public issue of non-convertible debentures

  • કંપનીએ NCDsનો ટ્રેન્ચ 1 રજૂ કર્યો છે, જેની બેઝ સાઇઝ રૂ. 300 કરોડ છે
  • ટ્રેન્ચ 1 ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટે 17 જુલાઈ, 2019ને બુધવારે રોજ ખુલશે અને 16 ઓગસ્ટ, 2019નાં રોજ શુક્રવારે બંધ થશે

Divyabhaskar.com

Jul 16, 2019, 04:19 PM IST

અમદાવાદ: ફર્સ્ટ ટાઇમ બાયર્સ (FTB) અને સ્મોલ રોડ ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ (SRTOs)ને સેવા આપતી તેમજ મુખ્યત્વે પ્રી-ઑન્ડ કમર્શિયલ વાહનોનાં ધિરાણ પર ધ્યાન કેન્દ્રિત કરતી દેશમાં સૌથી મોટી એસેટ ફાઇનાન્સિંગ NBFCમાંની એક શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ બજારની સ્થિતિને આધિન અને અન્ય પરિબળોનો વિચાર કરીને રૂ. 10,000 કરોડનો સીક્યોર્ડ રીડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs)નાં પબ્લિક ઇશ્યૂની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં દરેક NCDની ફેસ વેલ્યુ રૂ. 1,000 છે.

કંપનીએ NCDsનો ટ્રેન્ચ 1 રજૂ કર્યો છે, જેની બેઝ સાઇઝ રૂ. 300 કરોડ છે, જેમાં રૂ. 10,000 કરોડની શેલ્ફ લિમિટ સુધી ઓવરસબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. ટ્રેન્ચ 1 ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટે 17 જુલાઈ, 2019ને બુધવારે રોજ ખુલશે અને 16 ઓગસ્ટ, 2019નાં રોજ શુક્રવારે બંધ થશે, જેમાં વહેલાસર ક્લોઝિંગ કે એક્ષ્ટેન્શનનો વિકલ્પ છે, જેનો નિર્ણય કંપનીનું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ લઈ શકે છે, અથવા ટ્રેન્ચ 1નાં પ્રોસ્પેક્ટ્સમાં ઉલ્લેખ કર્યા મુજબ ડેટ ઇશ્યૂઅન્સ કમિટી – પબ્લિક NCDs તરીકે રચિત સમિત લઈ શકે છે.

ટ્રેન્ચ 1 ઇશ્યૂ હેઠળ પ્રસ્તાવિત NCDsને CARE રેટિંગ્સ લિમિટેડ દ્વારા ‘CARE AA+; Stable’, ક્રિસિલ લિમિટેડ દ્વારા ‘CRISIL AA+/Stable’ અને ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ‘IND AA+: Outlook Stable’ રેટિંગ મળ્યું છે. આ રેટિંગ્સ સૂચવે છે કે, નાણાકીય જવાબદારીઓનું વહન કરવા સાથે ઊંચી સલામતી સંકળાયેલી છે અને ધિરાણમાં અત્યંત ઓછું જોખમ છે. ટ્રેન્ચ 1 દ્વારા ઊભા થનાર ભંડોળનો ઉપયોગ આગળ જતાં ધિરાણ, ફાઇનાન્સિંગ અને કંપની અને સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે હાલનાં ઋણનાં વ્યાજ અને મુદ્દલની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી માટે થશે.

X
Shriram Transport will raise Rs 10,000 crore through public issue of non-convertible debentures
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી