તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Shobha Limited Will Build Gujarat's Tallest Residential Building At Gift City

શોભા લિમિટેડ ગુજરાતમાં 33 માળનું સૌથી ઊંચું રહેણાંક બિલ્ડીંગ બનાવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગિફ્ટ સિટીમાં બનનારા શોભા લિમિટેડેના બિલ્ડીંગનું મોડેલ
  • કંપની દ્વારા આ પ્રોજેક્ટમાં રૂ. 500 કરોડનું રોકાણ કરવામાં આવશે
  • આ રહેણાંક પ્રોજેક્ટમાં બે ટાવરમાં 475 ફ્લેટ્સનું નિર્માણ થશે

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં રાજ્યનું પહેલું સૌથી ઊંચું રેસિડેન્શિયલ બિલ્ડીંગ બનવા જઈ રહ્યું છે. દેશની અગ્રણી રિઅલ એસ્ટેટ કંપની શોભા લીમીટેડ ગુજરાતમાં 33 માળનો રહેણાંક પ્રોજેક્ટ શરુ કર્યો છે અને કંપની આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 500 કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત બે ટાવર બનશે અને તેમાં 474 ફ્લેટ્સ હશે. કંપનીના મતે, અમદાવાદ ગુજરાતનું મુખ્ય વાણિજ્યિક કેન્દ્ર છે જે ફાર્મા, પેટ્રોકેમિકલ, ટેક્સટાઈલ અને ઓટોમોબાઇલ બિઝનેસમાં પણ સમાન કાગમરી ધરાવે છે. છેલ્લાં થોડાં વર્ષોથી ઝડપથી આઇટી અને આઇટીઇએસ સેક્ટર્સમાં માળખાગત સુવિધાનો વિકાસ થવાથી અમદાવાદ રોકાણ માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. સંયુક્તપણે આ ક્ષેત્રોએ શહેરમાં વાણિજ્યિક અને રહેણાક રિયલ એસ્ટેટ બજારને વેગ આપ્યો છે.

આ રહેણાંક પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થશે
શોભા લિમિટેડનાં વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જે. સી. શર્માએ કહ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં થઇ રહેલા ગ્રોથને ધ્યાનમાં રાખી આવનારા સમયમાં રહેણાંક માટેની માગને ધ્યાનમાં રાખીને અમે અહી પ્રોજેક્ટ શરુ કરવાનો નિર્ણય કર્યો હતો. આના માટે ગિફ્ટના ડોમેસ્ટિક એરિયામાં અમે 99 વર્ષ માટે જમીન લીઝ પર મેળવી છે. ગુજરાતના સૌથી ઊંચા બિલ્ડીંગનો આ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થઇ જશે.

કંપનીનો ગુજરાતમાં આ પહેલો પ્રોજેક્ટ બનશે
અત્યારે કંપની બેંગાલુરુ, ગુરુગ્રામ, ચેન્નાઈ, પૂણે, કોઇમ્બતૂર, થ્રિસ્સૂર, કોઝિકોડે, કોચિન અને મૈસૂરમાં કામગીરી ધરાવે છે. સંપૂર્ણપણએ જોઈએ તો સોભા ભારતમાં 13 રાજ્યો અને 26 શહેરોમાં કામગીરી ધરાવે છે. ગુજરાતમાં અત્યાર સુધી કંપનીની હાજરી ન હતી પણ કંપની ગિફ્ટ સીટી પ્રોજેક્ટ સાથે હવે રાજ્યમાં સક્રિય બની છે. 

5.24 લાખ ચોરસ ફીટ સુપર બિલ્ટ એરિયામાં બનશે બે ટાવર
શોભા ડ્રીમ હાઇટ્સમાં બે ટાવરમાં 474 યુનિટ હશે, જેનો કુલ સુપર બિલ્ટ એરિયા 5.24 લાખ ચોરસ ફીટ હશે. પ્રોજેક્ટ આધુનિક સુવિધાઓ સાથે 1BHK અને 2BHK એપાર્ટમેન્ટ ઓફર કરશે. એમાં વોટર વોલ સાથે 3 માળનું એક પ્રકારનું ક્લબહાઉસ સામેલ હશે, જે 8,000 ચોરસ ફીટનાં વિશાળ એરિયાને આવરી લેશે. અન્ય કેટલીક સુવિધાઓમાં ક્રિકેટ પિચ, બાસ્કેટબોલ કોર્ટ, સ્વિમિંગ પૂલ, જીમ્નેશિયમ અને ટેનિસ કોર્ટ સામેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો