શેરબજાર / સેન્સેક્સમાં 150 અંકનો વધારો, નિફ્ટી 45 અંક વધી 11050ની ઉપર પહોંચ્યો

The Sensex rose 150 points, the Nifty rose 45 points to reach 11050

  • ટાટા સ્ટીલના શેરમાં 3% ઉછાળો, આઈસીઆઈસીઆઈ બેન્કમાં 2.8% વધારો
  • યસ બેન્કના શેરમાં 2% ઘટાડો, ભારતી એરટેલના શેર 1.6% ઘટ્યા

Divyabhaskar.com

Sep 12, 2019, 11:51 AM IST

મુંબઈઃ શેરબજારમાં આજે ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. કારોબાર દરમિયાન સેન્સેક્સ 154 અંકના વધારા સાથે 37,424.94 પર પહોંચ્યો છે. નિફ્ટીમાં 45 અંકનો ઘટાડો નોંધાયો છે. તે 11,080.35ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

સેન્સેક્સના 30માંથી 21 અને નિફ્ટીના 50માંથી 29 શેરમાં વધારો જોવા મળ્યું. ટાટા સ્ટીલના શેરમાં 3 ટકા ઉછાળો આવ્યો. આઈસીઆઈસીઆઈ બેન્ક 2.8 ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક 2 ટકા ઉપર આવ્યો. ઓએનજીસીમાં 1.3 ટકા અને એચડીએફસીમાં 1 ટકા તેજી જોવા મળી.

બીજી તરફ યસ બેન્કના શેરમાં 2 ટકા ઘટાડો આવ્યો. ભારતી એરટેલમાં 1.6 ટકા ઘટાડો આવ્યો. હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, એક્સિસ બેન્ક અને મારૂતિના શેરમાં 0.7%થી 0.8% સુધીનું નુકસાન જોવા મળ્યું.

X
The Sensex rose 150 points, the Nifty rose 45 points to reach 11050
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી