શેરબજાર / સેન્સેક્સ 125 અંક વધીને 37270 પર, નિફ્ટી 32 અંક વધી 11035 પર બંધ

The Sensex rose 150 points, the Nifty 40 points gained close to 11050

  • કારોબાર દરમિયાન સેન્સેક્સ 37343 સુધી અને નિફ્ટી 11035ના સ્તર સુધી પહોંચ્યો
  • ઓટો કંપનીઓના શેરમાં સારી ખરીદી, ટાટા મોટર્સ 11%, મારૂતિ 4% વધ્યો

Divyabhaskar.com

Sep 11, 2019, 06:16 PM IST

મુંબઈઃ શેરબજાર બુધવારે વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સનું ક્લોઝિંગ 125 અંકના વધારા સાથે 37,270 પર થયું હતું. કારોબાર દરમિયાન તે 37,343 સુધી પહોંચ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 32 અંકના વધારા સાથે 11,035 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 11,054.80ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે બીજી એશિયાઈ બજારોમાંથી મજબૂત સંકેત મળવા અને અર્થવ્યવસ્થામાં સુધારા માટે સરકારે કરેલી જાહેરાતોના કારણે રોકાણકારો ખરીદી કરી રહ્યાં છે.

સેન્સેક્સના 25 શેર ફાયદામાં રહ્યાં

સેન્સેક્સના 30માંથી 17 અને નિફ્ટીના 50માંથી 25 શેર વધારા સાથે બંધ થયા હતા. એનએસઈ પર 11માંથી 8 સેકટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં. રિઅલિટી ઈન્ડેક્સમાં સૌથી વધુ 4 ટકા તેજી આવી. બીજી તરફ આઈટી ઈન્ડેક્સ સૌથી વધુ 1.4 ટકા નુકસાનમાં રહ્યો.

X
The Sensex rose 150 points, the Nifty 40 points gained close to 11050
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી