શેરબજાર / સેન્સેક્સ 637 પોઇન્ટ ઉછળી 37000, સોનું 38600ની ટોચે

Sensex up 637 points to 37,000, gold to Rs 38,600

  • સરચાર્જ-લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ દૂર થશે તેવા અહેવાલ

Divyabhaskar.com

Aug 09, 2019, 01:45 AM IST

અમદાવાદ: માર્કેટ અને અર્થવ્યવસ્થાને સુધારવા માટે સરકાર એફપીઆઈની આવક પર લગાવેલો સરચાર્જ પાછો ખેંચી શકે છે. તેમજ રોકાણકારોને લોંગ ટર્મ ગેઈન ટેક્સમાં રાહત આપી શકે છે તેવા અહેવાલના પગલે શેરબજારમાં એક તરફી ઘટાડા બાદ 636.86 પોઇન્ટના બાઉન્સબેક સાથે 37000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી 37327.36 પોઇન્ટ બંધ રહ્યો હતો. તેજીના સથવારે રોકાણકારોની મૂડીમાં રૂ. 1.97 લાખ કરોડની વૃદ્ધિ થઇ હતી. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં પણ 20 પૈસાની મજબૂતી રહી હતી. નિફ્ટી-50 પણ 176.95 પોઇન્ટ વધી 11032.45 પોઇન્ટ બંધ રહ્યો હતો.

દિલ્હી ખાતે ચાંદી 630 વધવા સાથે 44000ની સપાટી કુદાવી
બૂલિયન માર્કેટમાં સોનામાં તેજી જળવાઇ રહી છે. અમદાવાદ ખાતે સોનું 100 વધી 38600ની નવી ટોચે પહોંચવા સાથે ચાંદી 43500 રહી હતી જ્યારે દિલ્હી ખાતે ચાંદી 630 વધવા સાથે 44000ની સપાટી કુદાવી 44300 બોલાવા સાથે સોનું 550ના સુધારા સાથે 38470 રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1510 ડોલર અને ચાંદી 17.05 ડોલર ક્વોટ થતી હતી. કાશ્મીરમાં 370ની કલમમાં પરિવર્તનને કારણે ઊભા થયેલા પ્રોત્સાહક વાતાવરણની પણ શેરબજાર પર અસર થવા પામી છે.

X
Sensex up 637 points to 37,000, gold to Rs 38,600
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી