શેરબજાર / સેન્સેક્સ 166 અંકના વધારા સાથે 39950 પર, નિફ્ટી 43 અંક ઉપર 11,966 પર બંધ

Divyabhaskar.com

Jun 11, 2019, 06:18 PM IST
Sensex, up 166 points, up 39950, Nifty closed 43 points higher at 11,966

  • ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 40000ની ઉપર અને નિફ્ટી 12000ની ઉપર પહોંચ્યો હતો
  • યસ બેન્કના શેરમાં 3 ટકા તેજી, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં 8 ટકા ઘટાડો

મુંબઈઃ શેરબજાર મંગળવારે સપ્તાહના બીજા દિવસે ફાયદામાં રહ્યું. સેન્સેક્સ 165.94 અંકના વધારા સાથે 39,950.46 પર બંધ થયું હતું. કારોબાર દરમિયાન તે 40,066.31 સુધી પહોંચ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 42.90 અંક પર 11,965.60 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 12,000.35ના સ્તરે પહોંચ્યું હતું.

સેન્સેક્સના 30માંથી 23 અને નિફ્ટીના 50માંથી 32 શેર વધારા સાથે બંધ થયા હતા. બેન્કિંગ, મેટલ અને એનર્જી સેકટરના શેરમાં સારી ખરીદી થઈ હતી. એનએસઈના 11માંથી 9 સેક્ટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં. મેટલ ઈન્ડેક્સ સૌથી વધુ 1.3 ટકા વધારામાં રહ્યો.

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર તેજી
યસ બેન્ક 2.83%
ટાટા મોટર્સ 2.83%
ઈન્ડસઈન્ડ બેન્ક 2.73%
ઝી એન્ટરટેન્ટમેન્ટ 2.70%
જેએસડબલ્યૂ સ્ટીલ 2.64%

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર ઘટાડો
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 8.07%
સન ફાર્મા 2.62%
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.62%
બીપીસીએલ 0.94%
ટેક મહિન્દ્રા 0.81%
X
Sensex, up 166 points, up 39950, Nifty closed 43 points higher at 11,966
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી