શેરબજાર / સેન્સેક્સ 624 પોઇન્ટ ધોવાયો પણ RILનું Mcap 71000 કરોડ વધ્યું

Sensex dropped 588 points, down Nifty 11,000

  • ફાઈનાન્શિયલ, ઓટોમોબાઈલ અને ઓટોમોબાઈલ શેરોમાં વેચવાલી જોવા મળી
  • બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 2.2% ઘટ્યો, જયારે સ્મોલકેપ ઈન્ડેક્સ 1.4% ઘટ્યો હતો

Divyabhaskar.com

Aug 14, 2019, 01:22 AM IST

અમદાવાદ: બીએસઇ સેન્સેક્સ 623.75 પોઇન્ટના ગાબડાં સાથે 37000 પોઇન્ટની નીચે 36985.16 પોઇન્ટ બંધ રહ્યો હતો. જેના કારણે રોકાણકારોની મૂડીમાં રૂ. 2.22 લાખ કરોડનું ધોવાણ થયું હતું. બીજી તરફ રિલાયન્સ ઇન્ડ.નો શેર 9.72 ટકા (રૂ. 113)ના ઉછાળા સાથે રૂ. 1275ની સપાટીએ બંધ રહેતા રિલાયન્સ ઇન્ડ.ના રોકાણકારોની મૂડીમાં રૂ. 71000 કરોડથી વધુનો વધારો થયો હતો. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ 62 પૈસાના કડાકા સાથે રૂ. 71.40ના છ માસના તળિયે જઇ બેઠો હતો. નિફ્ટી 183.80 પોઇન્ટ તૂટી 11100 પોઇન્ટની ટેકનિકલી ટેકાની સપાટી ગુમાવી 10925.85 પોઇન્ટ બંધ રહ્યો હતો.

શેરબજારમાં કડાકાનાં કારણો

  • સુપરરીચ ટેક્સ, સ્ટિમ્યુલસ મુદ્દે સરકારનું સુસ્ત વલણ
  • FPI ફરી વેચવાલ, રૂ. 638 કરોડની નેટ વેચવાલી
  • ઓટોમાં માગની મંદી જુલાઇ મહિનો જાલિમ પુરવાર
  • ટેકનિકલી નિફ્ટીએ ફરી એકવાર 11110ની સપાટી તોડી

નિફ્ટી નીચામાં 10870નો ટેકો તોડે તો 10730-10785 પોઇન્ટનો મજબૂત ટેકો ધરાવે
​​​​​​​
એન્જલ બ્રોકિંગના ઇક્વિટી એનાલિસ્ટ રૂચિત જૈનનાં જણાવ્યા અનુસાર ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન દર્શાવ્યું છે તે જોતાં નિફ્ટી નીચામાં 10870નો ટેકો તોડે તો 10730-10785 પોઇન્ટનો મજબૂત ટેકો ધરાવે છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ ઘટાડાનો જ સંકેત આપે છે.

સેન્સેક્સ પર શેરની સ્થિતિ

મંગળવારે સેન્સેક્સમાં એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરને છોડીને મિડકેપ-સ્મોલકેપ સહિત તમામ સેકટરોના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. ત્રિમાસિક પરિણામો અને વેચાણમાં ઘટાડાના આંકડા જાહેર થયા બાદ ઓટો સેકટરના શેર 641 અંકના ઘટાડા સાથે 15420 અંક પર બંધ થયા હતા. આ સિવાય બેન્કિંગ સેકટરમાં 776 અંક, આઈટી 404 અંક, પીએસયુ 155 અંક, હેલ્થકેર 115 અંક, ફાઈનાન્સ 187 અંક, ટેક 214 અંક, કેપિટલ ગુડસ 553 અંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ 158 અંક અને મેટલ સેકટર 152 અંકના ઘટાડા સાથે બંધ થયા હતા.

નિફ્ટી પર શેરની સ્થિતિ

નિફ્ટીના 50માંથી 4 સેકટરના શેર લાલ અને 5 સેકટરના શેર ગ્રીન નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટીમાં તમામ સેકટરોના શેરમાં ઘટાડો રહ્યો. બેન્કિંગમાં સૌથી વધુ 702 અંક એટલે કે 2.47 ટકાનો ઘટાડો રહ્યો અને તે 27,729 અંક પર બંધ થયો હતો. આ સિવાય ઓટો સેકટર 281 અંક, એફએમસીજી 573 અંક, ફિન સર્વિસિસ 380 અંક, આઈટી 396 અંક, પ્રાઈવેટ બેન્કોના શેર 405 અંકના ઘટાડા સાથે બંધ થયા હતા.

ટોપ ગેનર

સેન્સેક્સમાં ગાડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા લિમિટેડના 20 ટકા, જૈન ઈરિગેશન સિસ્ટમ લિમિટેડના 7.96 ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના 9.72 ટકા, જય કોર્પોરેશનના 7.45 ટકા, સેન્ચ્યુરી પ્લાઈ 6.93 ટકાની તેજીની સાથે ટોપ ગેનર રહ્યાં હતા. નિફ્ટીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ 7.74 ટકા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 2.40 ટકા, ગેલ 0.77 ટકા, સનફાર્મા 0.62 ટકા, યસ બેન્ક 0.55 ટકાની તેજી સાથે ટોપ ગેનર રહ્યાં હતા.

ટોપ લુઝર

સેન્સેક્સમાં બીઈએમએલ 12.45 ટકા, ભેલ 11.16 ટકા, યસ બેન્ક 10.35 ટકા, મદરસન સૂમી 8.94 ટકા, આઈઆઈએફએલ 8.84 ટકાના ઘટાડા સાથે ટોપ લુઝર રહ્યાં છે. નિફ્ટીમાં ઝી એન્ટરટેન્ટમેન્ટ 0.50 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 0.50 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.49 ટકા, બજાજ ફાઈનાન્સ 0.38 ટકા, પાવર ગ્રીડ 0.30 ટકાના ઘટાડા સાથે ટોપ લુઝર રહ્યાં હતા.

X
Sensex dropped 588 points, down Nifty 11,000
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી