શેરબજાર / મૂડીઝે રેટિંગ નેગેટિવ આપતાં સેન્સેક્સ 330 અંક ઘટીને 40323 પર, નિફ્ટી 104 અંક ઘટી 11908 પર બંધ

Sensex down 330 points to 40323, Nifty 104 points down to 11908

  • ઈન્ફ્રાટેલના શેરમાં 4 ટકા ઘટાડો, સન ફાર્મામાં 3 ટકા નુકસાન
  • આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 2.5 ટકા, ઈન્ડસઈન્ડ બેન્કમાં 2.4 ટકા તેજી

Divyabhaskar.com

Nov 08, 2019, 06:09 PM IST

મુંબઈઃ શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે નુકસાનમાં રહ્યું. સેન્સેક્સ 330 અંક ઘટીને 40323 પર અને નિફ્ટી 104 અંક ઘટીને 11908 પર બંધ થયો હતો. એનાલિસ્ટોનું કહેવું છે કે રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા દેશના ક્રેડિટ રેટિંગ આઉટલુકને ઘટાડવાથી બજારમાં દબાણ આવ્યું.

કારોબાર દરમિયાન સેન્સેક્સના 30માંથી 20 અને નિફ્ટીના 50માંથી 34 શેરમાં ઘટાડો નોંધાયો છે. ઈન્ફ્રાટેલનો શેર 4 ટકા ઘટ્યો. સનફાર્મામાં 3 ટકા નુકસાન જોવા મળ્યું. હિન્દુસ્તાન યુનીલીવર 2 ટકા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1 ટકા નીચે આવ્યો છે.

બીજી તરફ આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 2.5 ટકા ઉછાળો આવ્યો. ઈન્ડસઈન્ડ બેન્ક 2.4 ટકા ચઢ્યો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 2 ટકા અને યસ બેન્કમાં 1.5 ટકા વધારો જોવા મળ્યો. હીરો મોટોકોર્પ, મારૂતિ અને કોટક બેન્કમાં 0.5 ટકાથી 0.7 ટકા સુધીની તેજી આવી.

X
Sensex down 330 points to 40323, Nifty 104 points down to 11908
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી