શેરબજાર / સેન્સેક્સ 194 અંકના ઘટાડા સાથે 39,757 પર, નિફ્ટી 59 અંક ઘટીને 11906 પર બંધ

Divyabhaskar.com

Jun 12, 2019, 04:26 PM IST
Sensex down 194 points to 39757, Nifty closed below 59 points at 11906

  • બેન્કિંગ, આઈટી કંપનીઓના શેરમાં વેચવાલીનું વધુ દબાણ રહ્યું, યસ બેન્ક 3 ટકા ઘટ્યો
  • મેટલ સેક્ટરના શેરમાં ખરીદી, ટાટા સ્ટીલમાં 3 ટકા અને વેદાંતામાં 2.5 ટકા વધારો

મુંબઈઃ શેરબજાર બુધવારે નુકસાનમાં રહ્યું હતું. સેન્સેક્સ 193.65 અંકના ઘટાડા સાથે 39,756.81 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 327 અંક ઘટીને 39,623.53ના સ્તરે આવ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 59.40 અંક નીચે 11,906.20 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 93 અંક ઘટીને 11,866.35ના નીચલા સ્તરે પહોંચ્યો હતો.

સેન્સેક્સના 30માંથી 22 અને નિફ્ટીના 50માંથી 35 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સના શેર 8 ટકા નુકસાનમાં રહ્યાં. યસ બેન્કના શેરમાં 3 ટકા ઘટાડો આવ્યો.

એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે, અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોર વધવાની શકયતાથી એશિયાઈ બજારોમાં ઘટાડો આવ્યો છે. ભારતીય શેરબજાર પર પણ તેની અસર થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે અમે ચીનની સાથે ડીલ કરવા તૈયાર હતા પરંતુ તે 4-5 મુખ્ય મુદ્દા પર અડી ગયા.

X
Sensex down 194 points to 39757, Nifty closed below 59 points at 11906
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી