શેરબજાર / સેન્સેક્સ 85 અંક વધીને 39,216 પર, નિફ્ટી 25 અંક પર 11,687 પર બંધ

Sensex 85 points up at 39,216, Nifty closing at 25 points at 11,687

  • એસબીઆઈના શેરમાં 2.4%, એચસીએલ ટેકમાં 2 ટકા વધારો
  • યસ બેન્કનો શેર 5% ઘટ્યો, આયશર મોટર્સમાં 3% ઘટાડો

Divyabhaskar.com

Jul 17, 2019, 04:46 PM IST

મુંબઈઃ શેરબજાર બુધવારે સતત ત્રીજા દિવસે ફાયદામાં રહ્યું હતું. સેન્સેક્સ 84.60 અંકના વધારા સાથે 39,215.64 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન 154 અંક વધીને 39,284.73 સુધી પહોંચ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 24.90 અંક પર 11687.50 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 44 અંક વધીને 11,706.65ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સના 30માંથી 14 અને નિફ્ટીના 50માંથી 21 શેર વધારા સાથે બંધ થયા હતા. એનએસઈ પર 11માંથી 9 સેકટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં. પીએસયુમાં સૌથી વધુ 1.1 ટકા તેજી આવી હતી. ઓટો ઈન્ડેક્સ સૌથી વધુ 1.02% નુકસાનમાં રહ્યો હતો.

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 2.75%
જી એન્ટરટેન્ટમેન્ટ 2.60%
યુપીએલ 2.51%
હિંડાલ્કો 2.41%
એસબીઆઈ 2.37%

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર ઘટાડો
યસ બેન્ક 5.25%
આયશર મોટર્સ 2.95%
ગેલ 2.75%
મારૂતિ 1.61%
ઓએનજીસી 1.51%
X
Sensex 85 points up at 39,216, Nifty closing at 25 points at 11,687
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી