ચુકાદો / સેબીએ લિસ્ટેડ કંપનીઓ માટે ચેરમેન, MDના અલગ-અલગ પદ કરવાની સમય સીમા 2 વર્ષ માટે લંબાવી એપ્રિલ, 2022 કરી

SEBI extends 2 years to dissociate as Chairman, MD for listed companies, April 2022

  • અર્થતંત્રમાં મંદીને જોતા કંપનીઓએ વધારે સમય માંગ્યો છેઃ અહેવાલ
  • અનેક કંપનીમાં ચેરમેન અને MD સંયુક્ત પદ રહેલા છે

Divyabhaskar.com

Jan 13, 2020, 06:50 PM IST

મુંબઈઃ શેરબજારની નિયમનકાર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ 500 લિસ્ટેડ કંપની માટે ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર (MD) પદ અલગ-અલગ કરવાની સમય સીમા 2 વર્ષ માટે લંબાવી છે. હવે એપ્રિલ,2022 સુધીમાં આ નિયમનું પાલન કરવું જરૂરી બનશે. અગાઉ આ સમય સીમા એપ્રિલ,2020 હતી. સેબીએ સમય સીમા વધારવા અંગે કોઈ ખાસ કારણ રજૂ કર્યું નથી. સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે અર્થવ્યવસ્થામાં સુસ્તીને જોતા ખર્ચ ઓછો રાખવાના ઉદ્દેશથી કંપનીઓ આ અમલીકરણ માટે વધુ સમયની માંગ કરતી હતી.

કોટક કમિટીએ બન્ને પદ અલગ કરવાની ભલામણ કરી હતી

ચેરમેન-MD પદને અલગ-અલગ કરવાના નિયમ કોર્પોરેટ ગવર્નન્સ પર સેબી તરફથી નિયુક્ત કોટક કમિટીની ભલામણનો હિસ્સો છે. ચેરમેન અને MD અથવા CEO એક પોસ્ટ હોવાથી બોર્ડ ઓફ ડિરેક્ટર અને મેનેજમેન્ટના હિતોના ટકરાવની આશંકા વ્યક્ત કરી હતી.

X
SEBI extends 2 years to dissociate as Chairman, MD for listed companies, April 2022
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી