SBI / MCLR આધારિત વ્યાજ દરમાં 0.10% ઘટાડો, નવો રેટ 10 ઓક્ટોબરથી લાગુ થશે

0.10% reduction in MCLR based interest rate, new rate will be applicable from 10 October

  • એક વર્ષનો માર્જિનલ કોસ્ટ ઓફ ફન્ડ બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR) 8.15%ની જગ્યાએ 8.05% થશે
  • આરબીઆઈના રેપો રેટ સાથે લીન્ક લોનો પર આ ઘટાડો લાગુ થશે નહિ

Divyabhaskar.com

Oct 09, 2019, 12:56 PM IST

મુંબઈઃ દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ તમામ સમયગાળાના માર્જિનલ કોસ્ટ ઓફ ફન્ડ બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR)માં 0.10%નો ઘટાડો કર્યો હોવાની માહિતી બુધવારે આપી છે. આ ઘટાડા બાદ એક વર્ષનો એમસીએલઆર 8.15%ના સ્થાને 8.05% થઈ જશે. નવા દરો 10 ઓક્ટોબરથી લાગુ થશે. આ ઘટાડો આરબીઆઈના રેપો રેટ સાથે જોડાયેલી લોન પર લાગુ થશે નહિ.

આરબીઆઈએ ગત સપ્તાહે રેપો રેટ 0.25% ઘટાડ્યો હતો

બેન્કનું કહેવું છે કે ફેસ્ટિવલ સિઝનમાં તમામ સેગમેન્ટમાં ગ્રાહકોને ફાયદો આપવા માટે એમસીએલઆરમાં ઘટાડા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસબીઆઈએ ચાલુ નાણાંકીય વર્ષમાં આ છઠ્ઠી વખત એમસીએલઆર ઘટાડ્યો છે. આરબીઆઈએ ગત સપ્તાહે રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. રેપો રેટ ઘટવાથી બેન્ક પર પણ વ્યાજ દર ઘટાડવાનું દબાણ વધે છે. રેપો રેટ એ દર છે જેની પર બેન્કો આરબીઆઈ પાસેથી લોન લે છે.

જોકે આરબીઆઈના નિર્દેશ બાદ અગ્રણી બેન્ક 1 ઓક્ટોબરથી વ્યાજ દરોને રેપો રેટ સાથે જોડી ચૂકી છે. એવામાં આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડવા પર નવા ગ્રાહકોને તાત્કાલિક ફાયદો મળશે. જૂના ગ્રાહકો જેની લોન એમસીએલઆર સાથે લીન્ક છે, તે ઈચ્છે તો પોતાની લોન રેપો રેટ સાથે લીન્ક કરાવી શકે છે. તેના માટે બેન્કમાં અરજી કરવી પડશે.

X
0.10% reduction in MCLR based interest rate, new rate will be applicable from 10 October
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી