નવી દિલ્હી / SBIએ લોનના વ્યાજ દરમાં 0.10%નો ઘટાડો કર્યો, ફિક્સ્ડ ડિપોઝીટના દરમાં 0.10%થી 0.25%નો ઘટાડો

SBI announces cut in interest rates on home loans and FDs

  • એક વર્ષ માટે MCLR 8.25%ના સ્થાને 8.15% હશે
  • નવા દરો 10 સપ્ટેમ્બરથી લાગુ પડશે
  • એકથી બે વર્ષની FD પર 6.70%ના સ્થાને 6.50% વ્યાજ મળશે

Divyabhaskar.com

Sep 09, 2019, 12:45 PM IST

નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)એ તમામ ગાળાની લોનના વ્યાજ દરોમાં 0.10%નો ઘટાડો કર્યો છે. એક વર્ષનો માર્જિનલ કોસ્ટ ઓફ ફન્ડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR) હવે 8.25%ની જગ્યાએ 8.15% હશે. એસબીઆઈની લોન MCLR સાથે લિન્ક છે. ફિક્સડ ડિપોઝીટના દરમાં 0.10%થી 0.25% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દરો 10 સપ્ટેમ્બરથી લાગુ થશે. બેન્કે સોમવારે આ માહિતી આપી છે.

MCLR શું છે ?

બેન્ક 2016થી MCLRના આધાર પર લોન આપી રહી છે. બેન્ક તેનો સંચાલન ખર્ચ અને કેશ ભંડાર રેશિયોને જાળવી રાખવા જેવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને MCLR નક્કી કરે છે. એસબીઆઈ પ્રોપર્ટીની વેલ્યુની સામે લોનની રકમ અને ગ્રાહકોના ક્રેડિટ સ્કોરના આધારે અલગ-અલગ વેલ્યુની હોમ લોન પર MCLR સિવાય 0.10%થી 1.5% સુધીનું વધુ વ્યાજ લે છે.

SBIના એમસીએલઆર

લોનનો ગાળો હાલનો MCLR 10 સપ્ટેમ્બરથી MCLR
ઓવર નાઈટ 7.90% 7.80%
એક મહિનો 7.90% 7.80%
ત્રણ મહિના 7.95% 7.85%
છ મહિના 8.10% 8%
એક વર્ષ 8.25% 8.15%
બે વર્ષ 8.35% 8.25%
ત્રણ વર્ષ 8.45% 8.35%

2 કરોડ રૂપિયા સુધીની ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરો

ગાળો હાલના વ્યાજ દર 10 સપ્ટેમ્બરથી વ્યાજ દર
7-45 દિવસ 4.50% 4.50%
46-179 દિવસ 5.50% 5.50%
180-210 દિવસ 6% 5.80%
211 દિવસથી 1 વર્ષ 6% 5.80%
1-2 વર્ષ 6.70% 6.50%
2-3 વર્ષ 6.50% 6.25%
3-5 વર્ષ 6.25% 6.25%
5-10 વર્ષ 6.25% 6.25%

(સિનિયર સિટિઝન્સ માટે દરો જુદા છે)

2 કરોડ રૂપિયાથી વધુની ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરો

ગાળો હાલના વ્યાજ દર 10 સપ્ટેમ્બરથી વ્યાજ દર
7-45 દિવસ 4.40% 4.30%
46-179 દિવસ 5.40% 5.30%
180-210 દિવસ 5.90% 5.70%
211 દિવસથી 1 વર્ષ 5.90% 5.70%
1-2 વર્ષ 6.40% 6.30%
2-3 વર્ષ 6.15% 6%
3-5 વર્ષ 5.90% 5.75%
5-10 વર્ષ 5.90% 5.75%

(સિનિયર સિટિઝન્સ માટે દરો જુદા છે)

એસબીઆઈએ ચાલુ નાણાંકીય વર્ષમાં ત્રીજી વખત વ્યાજ દર ઘટાડ્યો છે. જમા પર વ્યાજ દર ઘટાડવા માટે બેન્કે સરપ્લસ લિક્વિડિટી હોવાની વાત કરી છે.

X
SBI announces cut in interest rates on home loans and FDs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી