ઓટો / પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ જૂનમાં 4.6% ઘટીને 2 લાખ 24 હજાર 755 યુનિટ રહ્યું

Sales of passenger vehicles fell 4.6% in June to 2 lakh 24 thousand 755 units

  • ગત વર્ષે જૂનમાં 2 લાખ 35 હજાર 539 વાહનોનું વેચાણ થયું હતું
  • ઓટોમોબાઈલ ડિલર્સની સંસ્થા એફએડીએ આંકડો જાહેર કર્યા

Divyabhaskar.com

Jul 16, 2019, 06:08 PM IST

નવી દિલ્હીઃ પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ જૂનમાં 4.6 ટકા ઘટીને 2 લાખ 24 હજાર 755 યુનિટ રહ્યું છે. ગત વર્ષે જૂનમાં 2 લાખ 35 હજાર 539 વાહનોનું વેચાણ થયું હતું. ઓટોમોબાઈલ ડીલર્સની સંસ્થા એફએડીએ મંગળવારે આંકડા જાહેર કર્યા હતા. કેશની અછત અને મોનસૂનમાં મોડું થવાને વાહનોના વેચાણમાં થયેલા ઘટાડાનું કારણ માનવામાં આવે છે.

પેસેન્જર વાહનોના હોલસેલ વેચાણમાં 17.54 ઘટાડો આવ્યો છે. જૂનમાં 2 લાખ 25 હજાર 732 પેસેન્જર વાહનો વેચાયા હતા. જૂન 2018માં 2 લાખ 73 હજાર 748 વાહનો વેચાયા હતા. ટુ-વ્હીલરનું રિટેલ વેચાણ 5 ટકા ઘટીને 13 લાખ 24 હજાર 822 યુનિટ રહ્યું.

કમર્શિયલ વ્હીકલના વેચાણમાં 19.3 ટકાનો ઘટાડો આવ્યો છે. તે 48 હજાર 752 યુનિટ રહ્યું હતું. ગત વર્ષે જૂનમાં 60 હજાર 378 યુનિટ વેચાયા હતા. થ્રી વ્હીલરના વેચાણમાં 2.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.

X
Sales of passenger vehicles fell 4.6% in June to 2 lakh 24 thousand 755 units
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી