તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sales Of Passenger Vehicles Decreased By 18% In June, Car Sales Declined 25%

પેસેન્જર્સ વાહનોનું વેચાણ જૂનમાં 18% ઘટ્યું, કારના વેચાણમાં 25% ઘટ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોટરસાયકલના વેચાણમાં 10 ટકાનો ઘટાડો, તમામ શ્રેણીના ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં 12 ટકાનો ઘટાડો
  • સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સે ઓટો વેચાણના આંકડા જાહેર કર્યા

નવી દિલ્હીઃ પેસેન્જર વાહનોનું વેચાણ જૂન 2018ની સરખામણીમાં જૂનમાં 17.54 ટકા ઘટીને 2 લાખ 73 હજાર 748 યુનિટ રહ્યું હતું. કારના વેચાણમાં 24.97 ટકા ઘટાડો આવ્યો છે. જૂનમાં 1 લાખ 39 હજાર 628 કારનું વેચાણ થયું હતું. ગત વર્ષે જૂનમાં 1 લાખ 83 હજાર 885 કારનું વેચાણ થયું હતું. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સે(એસઆઈએએમ) બુધવારે ઓટો વેચાણના આંકડા જાહેર કર્યા છે.

જૂનમાં 10 લાખ 84  હજાર 598 મોટરસાઈકલ વેચાયું

  • મોટરસાઈકલના વેચાણમાં 9.57 ટકાનો ઘટાડો આવ્યો છે. ગત મહિને 10 લાખ 84 હજાર 598 યુનિટનું વેચાણ થયું હતું. જૂન 2018માં આ સંખ્યા 11 લાખ 99 હજાર 332 યુનિટ હતી.
  • ટુ-વ્હીલરનું કુલ વેચાણ 11.69 ટકા ઘટીને 16 લાખ 67 હજાર 477 યુનિટ રહ્યું હતું. ગત વર્ષે જૂનમાં 18 લાખ 6 હજાર 884 યુનિટનું વેચાણ થયું હતું.
  • કમર્શિયલ વાહનોના સેલ્સમાં 12.27 ટકાનો ઘટાડો આવ્યો છે. જૂનમાં તે 70 હજાર 771 યુનિટ રહ્યું હતું. જયારે જૂન 2018માં 80 હજાર 670 કમર્શિયલ વાહનોનું વેચાણ થયું હતું. 
  • તમામ પ્રકારના વાહનોના વેચાણમાં 12.34 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત મહિને કુલ 19 લાખ 97 હજાર 952 વાહનોનું વેચાણ થયું હતું. જૂન 2018માં આ સંખ્યા 22 લાખ 79 હજાર 186 હતી. 
  • એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં પેસેન્જર્સ વાહનોના વેચાણમાં 18.42 ટકાનો ઘટાડો આવ્યો છે. આ દરમિયાન 7 લાખ 12 હજાર 620 પેસેેન્જર્સ વાહનોનું વેચાણ થયું હતું. ગત વર્ષે જૂન ત્રિમાસિકમાં 8 લાખ 73 હજાર 490 વાહન વેચાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો