પરિણામ / રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો જૂન ત્રિમાસિકમાં 7% વધીને 10,104 કરોડ રૂપિયા થયો

RIL's profit jumped 7% to Rs 10,104 crore in the June quarter

Divyabhaskar.com

Jul 19, 2019, 08:05 PM IST

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 10,104 કરોડ રૂપિયા નફો થયો છે. જે ગત વર્ષના જૂન ત્રિમાસિકના પ્રોફિટથી 6.8 ટકા વધુ છે. તે સમયે 9,459 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. રેવન્યુ વધીને રેકોર્ડ 1 લાખ 72 હજાર 956 કરોડ રૂપિયા થઈ છે. ગત વર્ષના જૂન ત્રિમાસિકમાં રેવન્યુ 1 લાખ 41 હજાર 699 કરોડ રૂપિયા હતી.

જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકની સરખામણીમાં નફો ઘટ્યો​​​​​​​

ત્રિમાસિક એપ્રિલ-જૂન 2019 જાન્યુઆરી-માર્ચ 2019 એપ્રિલ-જૂન 2018
નફો(રૂપિયા કરોડ) 10,104 10,362 9,459
નફો(રૂપિયા કરોડ) 1,72,956 1,54,110 1,41,699

ટેલિકોમ બિઝનેસ જિયોનો નફો 45.6 ટકા વધીને 891 કરોડ રૂપિયા થયો છે. ગત વર્ષે જૂન ત્રિમાસિકમાં 612 કરોડ રૂપિયા પ્રોફિટ થયો હતો. ત્રિમાસિકના આધાર પર નફો 6.1 ટકા વધી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં 840 રૂપિયાનો પ્રોફિટ થયો હતો.

X
RIL's profit jumped 7% to Rs 10,104 crore in the June quarter
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી