આંકડા / રિટેલ મોંઘવારી દર જૂનમાં 3.18% રહ્યો, તે 8 મહિનામાં સૌથી વધુ; સતત 5માં મહીને વધારો

Retail inflation was 3.18% in June, the highest in 8 months; Continuous increase in 5 months

  • ઓક્ટોબર 2018માં 3.38% હતો, ફેબ્રુઆરીથી સતત વધી રહ્યો હતો
  • જૂનમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાના કારણે રિટેલ મોંઘવારી દરમાં વધારો થયો

Divyabhaskar.com

Jul 12, 2019, 07:42 PM IST

નવી દિલ્હીઃ રિટેલ મોંઘવારી દર જૂનમાં વધારીને 3.18 ટકા નોંધાયો છે. તે છેલ્લા 8 મહીનામાં સૌથી વધુ છે. અગાઉ ઓક્ટોબર 2018માં તે 3.38 ટકા રહ્યો હતો. ફેબ્રુઆરીથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. મેમાં આ દર 3.05 ટકા રહ્યો હતો. ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધવાને કારણે જૂનમાં રિટેલ મોંઘવારી દરમાં વધારો થયો છે.

કેન્દ્રીય સાંખ્યિક કાર્યાલયના આંકડા મુજબ જૂનમાં ખાદ્ય મોંઘવારી દર 2.17 ટકા રહ્યો હતો. મેમાં તે 1.83 ટકા હતો. પ્રોટીન યુક્ત ખાદ્ય વસ્તુઓ જેવી કે દાળ, ઈંડા અને માંસ-માછલની કિંમતમાં વધુ વધારો થયો છે.

કેટેગરી મેમાં મોંઘવારી દર જૂનમાં મોંઘવારી દર
ખાદ્ય 1.83% 2.17%
માંસ-માછલી 8.12% 9.01%
દાળ 2.13% 5.68%
અનાજ 1.21% 1.31%

જૂનમાં ઈંધણ અને વીજળીનો મોંઘવારી દર 2.32 ટકા જયારે શાકભાજીનો દર 4.66 ટકા રહ્યો. જોકે ફળોનો મોંઘવારી દર મેની સરખામણીમાં જૂનમાં 4.18 ટકા ઘટ્યો હતો.

રિટેલ મોંઘવારી હજી પણ આરબીઆઈના લક્ષ્યથી ઓછી

સતત 5માં મહીનાના વધારા છતા રિટેલ મોંઘવાર દર રિઝર્વ બેન્કના 4 ટકાના લક્ષ્યથી ઓછો છે. મોનિટરી નીતીની સમીક્ષા કરતી વખતે આરબીઆઈ રિટેલ મોંઘવારીના દરને ધ્યાનમાં રાખે છે. તે લક્ષ્યની આસપાસ રહેવાના કારણે વ્યાજ દરમાં ઘટોડો થવાની શકયતા છે.

ઉદ્યોગિક ઉત્પાદનની ગતિ મેમાં ઘટીને 3.1% રહી

સરકારે શુક્રવારે મે મહીનાના ઓદ્યોગિક ઉત્પાદન(આઈઆઈપી)ના આંકડા પણ જાહેર કર્યા છે. મેમાં આઈઆઈપી ગ્રોથ ઘટીને 3.1 ટકા રહ્યો. એપ્રિલમાં 3.4 ટકા અને ગત વર્ષેમેમાં 3.8 રહ્યો હતો. મેન્યુફેકચરિંગ સેકટરની સુસ્તીની આઈઆઈપી ગ્રોથ પર અસર પડી. આ સેકટર જૂનમાં 2.5 ટકાની ઝડપથી વધ્યું. મેમાં ગ્રોથ 3.6 ટકા રહ્યો હતો. આઈઆઈપીના દરથી દેશમાં ઉદ્યોગ સેકટરની ગતિવિધિઓનો ખ્યાલ આવે છે.

X
Retail inflation was 3.18% in June, the highest in 8 months; Continuous increase in 5 months
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી