• Home
  • Business
  • Retail inflation rose to 7.35% in December, the highest in the last five years

ડિસેમ્બરમાં રિટેલ ઇન્ફ્લેશન / મોંઘવારી દર સાડા પાંચ વર્ષમાં સૌથી વધુ; એક મહિનામાં 5.54%થી વધીને 7.35% થયો

Retail inflation rose to 7.35% in December, the highest in the last five years

  • તેનાથી વધારે 7.39%નો દર જુલાઈ 2014માં નોંધાયો હતો
  • નવેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર 5.54%, ઓક્ટોબરમાં 3.99% હતો
  • ખાણીપીણીની વસ્તુઓ વધારે મોંઘી થઇ, ખાદ્ય ફુગાવાનો દર 14.12% રહ્યો

Divyabhaskar.com

Jan 13, 2020, 07:41 PM IST

નવી દિલ્હી: છૂટક ફુગાવાનો દર ડિસેમ્બરમાં વધીને 7.35% પહોંચી ગયો છે જે નવેમ્બરમાં 5.54% હતો. સ્ટેટિસ્ટિક્સ કચેરીએ સોમવારે આંકડા જાહેર કર્યા હતા. ખાણીપીણીની વસ્તુઓ મોંઘી હોવાના લીધે ડિસેમ્બરમાં છૂટક ફુગાવાનો દર વધારે પ્રભાવિત થયો હતો. ખાદ્ય ફુગાવાનો દર પણ વધીને 14.12% રહ્યો હતો જે નવેમ્બરમાં 10.01% હતો.

છૂટક ફુગાવો: 157 દેશ તેના આધારે નીતિઓ ઘડે છે
ચુનિંદા વસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં ઘટાડા અથવા વધારાથી મોંઘવારીનો દર નક્કી થાય છે. રિટેલ ઇન્ફ્લેશન અર્થાત છૂટક ફુગાવો મોંઘવારીનો એ દર છે જે લોકોને સીધી રીતે પ્રભાવિત કરે છે. છૂટક મોંઘવારી દર કન્ઝ્યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સ દ્વારા દર્શાવાય છે. આ ઇન્ડેક્સ ઉપભોક્તાઓ દ્વારા કોઇ પણ વસ્તુ અથવા સેવા લેવા માટે કરવામાં આવતી એવરેજ ચૂકવણી પર આધારિત હોય છે. 157 દેશ છૂટક મોંઘવારીના દરના આધારે જ નીતિઓ ઘડે છે. ભારતમાં છૂટક મોંઘવારી દરમાં ખાદ્ય અને પેય પદાર્થોથી જોડાયેલી ચીજો અને શિક્ષણ, કમ્યૂનિકેશન, પરિવહન, રીક્રિએશન, એપેરેલ, હાઉસિંગ અને મેડિકલ કેર જેવી સેવાઓની કિંમતોમાં આવી રહેલા બદલાવને સામેલ કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોની 448 અને શહેરી વિસ્તારોની 460 ચીજો અને સેવાઓને કન્ઝ્યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવે છે. બીજા પ્રકારના મોંઘવારી દરને જથ્થાબંધ મોંઘવારીનો દર કહેવાય છે. તેને હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સના આધારે નક્કી કરવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં 697 વસ્તુઓની કિંમતોમાં વધઘટના આધારે બદલાવ થાય છે.

અર્થતંત્ર માટે છૂટક મોંઘવારી દરના આંકડા કેટલા અગત્યના: 3 કારણો
ખાણીપીણીથી જોડાયેલી ચીજો કેટલી વ્યાજબી: આ દર દર્શાવે છે કે સામાન્ય લોકો સાથે જોડાયેલી ખાણીપીણીની ચીજો મોંઘી થઇ રહી છે કે સસ્તી? કારણ કે છૂટક મોંઘવારી દરમાં ખાણીપીણીની ચીજોની ભાગીદારી 50 ટકાની આસપાસ છે. જેમ કે શાકભાજી, ફળો, અનાજ, માંસ-માછલી વગેરે.

મોંઘવારી ભથ્થું: કેન્દ્ર સરકાર છૂટક મોંઘવારી દર દર્શાવતા કન્ઝ્યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સના આધારે જ મોંઘારી ભથ્થું (DA) નો વાર્ષિક દર નક્કી કરે છે. ડીએમાં વધારાનો ફાયદો 50 લાખ કર્મચારીઓ અને 62 લાખ પેન્શનરોને મળે છે.

મોંઘવારી વધવાથી રેપો રેટ ઘટવાની શક્યતા ઓછી
RBI મૌદ્રિક નીતિની સમીક્ષામાં વ્યાજના દર નક્કી કરતી વખતે છૂટક મોંઘવારીનો દર ધ્યાનમાં રાખે છે. RBIનો લક્ષ્ય રહે છે કે છૂટક મોંઘવારીનો દર 4-6 ટકાના દાયરામાં રહે. બેન્કિંગ સેક્ટરના એક્સપર્ટ આર.કે.ગૌતમનું કહેવું છે કે છૂટક મોંઘવારી 6 ટકા ઉપર જવાના કારણે RBI દ્વારા પ્રમુખ વ્યાજ દર રેપો રેટમાં કપાતની શક્યતા ખૂબ ઓછી રહેશે. RBI 6 ફેબ્રુઆરીએ મૌદ્રિક નીતિની સમીક્ષ બાદ વ્યાજના દરોની જાહેરાત કરશે.

X
Retail inflation rose to 7.35% in December, the highest in the last five years

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી