તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Survey Of 1500 Companies In Manufacturing Sector Shows Signs Of Boosting Investment: RBI Governor

મેન્યુફેક્ચરિંગ સેક્ટરની 1500 કંપનીઓના સર્વેમાં રોકાણ વધવાના સંકેત મળ્યાઃ આરબીઆઈ ગવર્નર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘આર્થિક વિકાસ દરમાં તેજી માટે આરબીઆઈ અને સરકાર યોગ્ય સમયે પગલા ભરે’
  • ‘ગ્રોથમાં સુસ્તીનો અંદાજ ફેબ્રુઆરીમાં આવી ગયો, આ કારણે વ્યાજ દરમાં ઘટાડો શરૂ કર્યો હતો’

મુંબઈઃ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ સોમવારે કહ્યું કે ગ્રોથ વધારવા માટે મેન્યુફેકચરિંગ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. તેમણે ભારતીય કંપનીઓને ગ્લોબલ સપ્લાઈ ચેન સાથે મળીને એક્સપોર્ટ વધારવાની અપીલ પણ કરી. દાસે ઈન્ડિયા ઈકોનોમિક કોન્કલેવમાં ચર્ચા દરમિયાન જણાવ્યું કે મોનિટરી પોલીસી પહેલા આરબીઆઈએ 1,539 મેન્યુફેકચરિંગ કંપનીઓનો સર્વે કર્યો હતો. આ દરમિયાન રોકાણમાં સુધારાના સંકેત મળ્યા છે. કંપનીઓએ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 45 ટકા ફન્ડ ફિક્સ્ડ એસેટ્સમાં રોક્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન આ દર 18.9 ટકા હતો.

આરબીઆઈએ આ વર્ષે 6માંથી 5 વખત રેપો રેટમાં ઘટાડો કર્યો
દાસે કહ્યું કે આર્થિક વિકાસ દરમાં સુસ્તીનો અંદાજો ફેબ્રુઆરીમાં જ આવી ગયો, આ કારણે વ્યાજ દર ઘટાડવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 5 ડિસેમ્બરે મૈદ્રિક નીતીની સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામા આવ્યો ન હતો. એનાલિસ્ટ 0.25 ટકા ઘટાડાની આશા રાખી રહ્યાં હતા. જોકે આ પહેલા ફેબ્રુઆરી સુધીમાં સતત પાંચ વખતમાં 1.35 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો.
આરબીઆઈ ગવર્નરનું કહેવું છે કે દેશની અર્થવ્યવસ્થાને લઈને ઉદેશ્ય સાથેની અને જાણકારી આપનારી ચર્ચાની જરૂરિયાત છે. ગ્રોથમાં સુસ્તી અને મોંઘવારી દરમાં વધારાને જોતા આરબીઆઈ તમામ જરૂરી પગલા ભરશે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે બેન્કો અને નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓની સ્થિતિ સારી રહે. આર્થિક વિકાસ દર માટે આરબીઆઈ અને સરકારે યોગ્ય સમયે પગલા ભર્યા છે.

અન્ય સમાચારો પણ છે...