• Gujarati News
  • National
  • Government To Complete 105 Lakh Crore Infrastructure Projects In Five Years: Finance Minister Nirmala Sitharaman

ઈન્ફ્રાસ્ટ્રકચર પર 51 લાખ કરોડનો ખર્ચ થયો, 5 વર્ષમાં 100 કરોડ બીજા મંજૂર કરીશુંઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચર પર GDPનો 5થી 6 ટકા હિસ્સો ખર્ચ કર્યો
  • ‘અગામી 5 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ પ્રોજેકટ્સ પર કેન્દ્ર અને રાજ્ય 39-39 ટકા હિસ્સો ખર્ચ કરશે’
  • ‘તમામ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ પર કામ કરવામાં આવશે’

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું કે સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ પર 51 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જે સમગ્ર દેશના GDPનો 5-6 ટકા હિસ્સો છે. સરકારે અગામી 5 વર્ષમાં તેમાં લગભગ 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ફન્ડને 21 મંત્રાલયોની વચ્ચે વહેંચવામાં આવશે. આ ફન્ડથી તમામ 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ પર કામ કરવામાં આવશે.
સીતારમણે મંગળવારે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ લોન્ચ કર્યો. બાદમાં તેમણે કહ્યું કે તેનો હેતું 2024-25 સુધી 5 ટ્રિલિયન ડોલરની GDPનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો છે. આ પ્રોજેકટ અંતર્ગત કુલ 102 લાખ કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રકચર સેક્ટર પર ખર્ચવામાં આવશે. તેમાંથી 25 લાખ કરોડ રૂપિયા એનર્જી, 20 લાખ કરોડ રોડ અને 14 લાખ કરોડ રૂપિયા રેલવે પ્રોજેકટ પર ખર્ચવામાં આવશે. આ પ્રોજેકટ્સ PPP(પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ) અંતર્ગત પુરા થશે.

મંત્રાલય/વિભાગનાણાંકીય વર્ષ 2020થી 2025ની વચ્ચેનો ખર્ચ
ઉર્જા2,454,249
રોડ1,963,943
રેલવે1,368,523
બંદર100,923
એરપોર્ટ143,398
શહેરી વિકાસ1,629,012
ટેલિકોમ320,498
સિચાઈ772,678
ગ્રામીણ વિકાસ772,765
કૃષિ અને ખાદ્ય પ્રોસેસીંગ
60,553
સામાજિક સુરક્ષા356,701
ઔદ્યોગિક સુવિધાઓ307,462
કુલ રકમ(કરોડ રૂપિયામાં)10,250,704

PPP મોડલ પર થશે વિકાસ
નાણાં મંત્રીએ કહ્યું દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવો તે સરકારની પ્રાથમિકતા છે. આ માટેની યોજનાઓમાં કેન્દ્ર અને રાજય સરકાર 39-39 ટકા રોકાણ કરશે, જ્યારે ખાનગી ક્ષેત્રની ભાગીદારી 22 ટકા હશે. 2025 સુધીમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રમાંથી રોકાણ આકર્ષિત કરવા માટે સરકાર 2020ના બીજા છમાસિકમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટનું આયોજન કરશે.

અન્ય સમાચારો પણ છે...