તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • PM Modi Talks For 100 Hours With Various Parties For Budget Preparation, His Impressions Appear In Many Places In The Budget

પ્રધાનમંત્રી મોદીએ બજેટ તૈયારી માટે 100 કલાક વિવિધ પક્ષકારો સાથે વિચાર-મંથન કર્યું હતું , બજેટમાં અનેક જગ્યાએ દેખાય છે તેમની છાપ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)
  • આ વખતે બજેટ તૈયારીમાં પ્રધાનમંત્રી મોદીની મહેનત દેખાઈ

નવી દિલ્હીઃ ગત શનિવારે રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટને કોઈ પસંદ કરે કે ન કરે પણ આ બજેટમાં પ્રધાનમંત્રીએ જે મહેનત કરી હતી તેની સ્પષ્ટ અસર દેખાય છે. બજેટ તૈયાર થયું તે અગાઉ પ્રધાનમંત્રીએ વ્યક્તિગત રીતે વિવિધ પક્ષકારો સાથે આશરે 100 કલાક સુધી વિચાર મંથન કર્યું હતું, તેમ નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. બજેટ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ ઉદ્યોગ જગતના દિગ્ગજોથી લઈ અર્થશાસ્ત્રીઓ સુધી તમામ પક્ષોને મળ્યા હતા, દરેકના સૂચનને તેમણે ધ્યાનથી સાંભળ્યું હતું અને બજેટને વધુ સારું કેવી રીતે બનાવી શકાય તે બાબત પર ભાર આપ્યો હતો.

દરેક સેક્ટરમાંથી પ્રેઝન્ટેશન
ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કાર્યભારને લગતા અનુભવને આગળ વધારતા પ્રધાનમંત્રી મોદીએ દરેક સેક્ટર પાસેથી વિસ્તૃત પ્રેઝન્ટેશન મેળવ્યું હતું. દરેક મુદ્દાનું ઝીણવટપૂર્વક અધ્યનન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રકારે બજેટના દરેક પાસાનો ઝીંણવટભર્યો અભ્યાસ કરતા હતા. તેમને સ્પષ્ટ સંદેશ હતો કે બજેટથી સરકારની વિશ્વસનીયતા વધવી જોઈએ, લોકોની આવક અને ખરીદશક્તિ વધવી જોઈએ. આ બજેટમાં એવી અનેક બાબતો છે કે જે પ્રથમ વખત આવી છે. જેમાં ગવર્નન્સને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, રાજકોષિય સંચાલનનું એક પ્રકરણ છે, તેમા જેન્ડર અને મહિલા સશક્તિકરણ તથા જીવનશૈલીને લગતી બિમારી અંગે પણ વાત કરવામાં આવી છે.

બજેટ અંગે પ્રધાનમંત્રીનું શું કહેવું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 1લી ફેબ્રુઆરીના રોજ સંસદમાં નાણાંકીય વર્ષ 2020-21માં બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રીએ તેને વિઝન અને એક્શનવાળુ બજેટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બજેટથી આર્થિક વિકાસને વેગ મળશે, દરેક નાગરિક આર્થિક રીતે સશક્ત બનશે અને નવા દાયકામાં દેશને પાયાગત રીતે મજબૂત કરશે.

કોર્પોરેટ જગતે પણ પ્રશંસા કરી હતી
ભારતીય કોર્પોરેટ જગતને લાગે છે કે બજેટમાં જે પણ જાહેરાત થઈ છે તેને તાત્કાલિક લાગુ કરવી જોઈએ, જેથી પરિણામો જોવા મળે. બાયોકોનના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર કિરણ જમૂમદાર શોએ કહ્યું હતું કે આ બજેટમાં જે પણ ઉપાય કરવામાં આવેલ છે તેના મધ્યમથી લાંબા ગાળાના સારા ફાયદા મળી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો