સુરક્ષા / બેન્કમાં મુકેલી 1 લાખ રૂપિયા સુધીની રકમ વીમા કવચ ધરાવે છે: DICGC

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • DICGC એકટ 1961ના સેક્શન 16(1) મુજબ, જો બેન્ક નાદારી નોંધાવે તો આ રકમની ચૂકવણી  DICGCએ ડિપોઝીટરને કરવાની હોય છે
  • PMC બેન્કના ફ્રોડ બાદ પણ ઈન્શોયરન્સની મર્યાદા વધારવા અંગે કોઈ વિચારણા થઈ નથી

Divyabhaskar.com

Dec 03, 2019, 06:43 PM IST

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સબસિડિયરી ડિપોઝીટ ઈન્શ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન(DICGC)એ જણાવ્યું છે કે બેન્ક નાદારી નોંધાવે તેવા સંજોગોમાં ખાતેદારના ખાતામાં ગમે તેટલા રૂપિયા હોય પરંતુ ઈન્શ્યોરન્સ કવર તો 1 લાખ રૂપિયા સુધીનું જ હોય છે. ઉલ્લેખનીય છે કે DICGCએ આ માહિતી એક એક રાઈટ ટુ ઈન્ફોર્મેશન અરજીના સંદર્ભે આપી હતી.

DICGC એકટ 1961ના સેક્શન 16(1) મુજબ, જો બેન્ક નાદારી નોંધાવે તો આ રકમની ચૂકવણી DICGCએ ડિપોઝીટરને કરવાની હોય છે. આ અંતર્ગત ડિપોઝીટરને તેણે મૂકેલી રકમ ગમે તેટલી હોય પરંતુ 1 લાખ રૂપિયા સુધીની રકમની ચુકવણી કરવાની હોય છે. PMC બેન્કના ફ્રોડ બાદ ઈન્શોયરન્સની મર્યાદા વધારવા અંગે કોઈ વિચારણા ચાલી રહી છે કે નહિ તે અંગે DICGCએ જણાવ્યું હતું કે આ અંગે કોઈ જરૂરી માહિતી કોર્પોરેશનને મળી નથી. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન કમર્શિયલ બેન્કો, વિદેશી બેન્કોની ભારતમાંની શાખોઓ અને લોકલ એરિયા-રિજનલ બેન્કોને કવર કરે છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી