સર્વે / ફક્ત 8% ભારતીય IT મેનેજરો માને છે કે સાયબર સિક્યુરિટીની ઘટનાઓને પ્રતિસાદ આપવા કુશળ ટીમ હોવી જોઈએ

Only 8% Indian IT managers believe they have a skilled team to respond cyber security incidents
X
Only 8% Indian IT managers believe they have a skilled team to respond cyber security incidents

  • મેનેજર્સનું માનવું છે કે, તેમની કંપનીનું સાયબર સીક્યોરિટીનું બજેટ જરૂરિયાતથી ઓછું છે
  • આઇટી મેનેજરો માને છે કે સાયબર સીક્યોરિટી ટેકનોલોજી સાથે તાલમેળ જાળવવો પડકારજનક છે

Divyabhaskar.com

Jul 16, 2019, 03:23 PM IST

અમદાવાદ: નેટવર્ક અને એન્ડપોઇન્ટમાં ગ્લોબલ લીડર સોફોસે એનાં ગ્લોબલ સર્વે 'ધ ઇમ્પોસ્સિબલ પઝલ ઓફ સાયબરસીક્યોરિટી'નાં તારણોની જાહેરાત કરી હતી. આ સર્વે મુજબ, ભારતીય આઇટી મેનેજર્સે જણાવ્યું હતું કે, તેમની ટીમનો સરેરાશ 32% સમય સીક્યોરિટી મેનેજમેન્ટ માટે ઉપયોગ થાય છે. છતાં ફક્ત 8% મેનેજર્સનું માનવું છે કે, સીક્યોરિટી ઘટનાઓ ઓળખવા, એની ચકાસણી કરવા અને એને પ્રતિસાદ આપવા મજબૂત ટીમ હોવી જોઈએ. સર્વેમાં 3,100 આઇટી મેનેજર્સનો સર્વે થયો હતો, જેઓ અમેરિકા, કેનેડા, મેક્સિકો, કોલંબિયા, બ્રાઝિલ, બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને દક્ષિણ આફ્રિકામાં મિડ-સાઇઝ વ્યવસાયોનાં છે.

સુરક્ષા માટે કુશળતા, બજેટ અને અત્યાધુનિક ટેકનોલોજીનો અભાવ

બજેટનાં સંબંધમાં 81% મેનેજર્સે જણાવ્યું હતું કે, તેમની કંપનીનું સાયબરસીક્યોરિટી બજેટ (જેમાં લોકો અને ટેકનોલોજી સામેલ છે) ઓછું છે. હાલની ટેકનોલોજીનો ઉપયોગ અન્ય એક સમસ્યા છે, જેની સાથે સંમત 89% મેનેજર્સે જણાવ્યું હતું કે, સાયબર ટેકનોલોજી સાથે અપ-ટૂ-ડેટ રહેવું તેમની કંપની માટે એક પડકાર છે. આ માટે સુરક્ષા માટેની કુશળતા, બજેટ અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે તાલમેળ જાળવવાનો અભાવ છે, જે સંકેત આપે છે કે, આઇટી મેનેજર્સ આગામી સમસ્યાનું સમાધાન કરવા માટે આયોજન કરવા અને સંચાલન કરવાને બદલે સાયબર હુમલાઓને વળતો જવાબ આપવા સંઘર્ષ કરી રહ્યાં છે.

2. આઇટી મેનેજર્સ યોગ્ય પ્રતિભાને શોધવામાં સમય ભાગ્યે જ ફાળવે છે

સોફોસનાં પ્રિન્સિપલ રિસર્ચ સાયન્ટિસ્ટ ચેસ્ટર વિસ્નીવ્સ્કીએ કહ્યું હતું કે, આઇટી મેનેજર્સ ઘણી વાર યોગ્ય પ્રતિભાને શોધવામાં સમય ભાગ્યે જ ફાળવે છે અથવા યોગ્ય સીક્યોરિટી સિસ્ટમ ધરાવતાં નથી, જે તેમને એટેકનો ઝડપથી અને અસરકારક રીતે જવાબ આપવાની સુવિધા આપે છે. જો કંપનીઓ જોખમો સામે પ્રતિસાદ આપવા ઇન્ટેલિજન્સની વહેંચણી કરવા અને ઓટોમેટિક પ્રતિસાદ આપવા સંયુક્તપણે કામ કરે એવા ઉત્પાદનો ધરાવતી સીક્યોરિટી સિસ્ટમ અપનાવી શકે છે, તો આઇટી સીક્યોરિટીની ટીમો ગઈકાલનાં હુમલા પછી સતત હુમલા ટાળી શકે છે અને આવતીકાલે શું થશે એની સામે વધારે સારી રીતે લડી શકે છે.

3. વિશ્વના છ ખંડોનાં 12 દેશોમાં સર્વે કરવામાં આવ્યો

ધ ઇમ્પોસ્સિબલ પઝલ ઓફ સાયબરસીક્યોરિટી સર્વે ડિસેમ્બર, 2018 અને જાન્યુઆરી, 2019માં હાથ ધરવામાં આવ્યો છે, જે સ્વતંત્ર માર્કેટ રિસર્ચમાં નિષ્ણાતો વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં છ ખંડોનાં 12 દેશોમાં 3,100 આઇટી મેનેજર્સની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં અમેરિકા, કેનેડા, મેક્સિકો, કોલંબિયા, બ્રાઝિલ, બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. કંપનીઓનાં તમામ ઉત્તરદાતાઓ 100થી 5,000 કર્મચારીઓ વચ્ચે હતાં.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી