• Home
  • Business
  • Onion prices are expected to rise to Rs 100 per kg in the coming days

ભાવ વધારો / ડુંગળીના ભાવ અગામી દિવસોમાં 100 રૂપિયે કિલો થાય તેવી શકયતા

Onion prices are expected to rise to Rs 100 per kg in the coming days

  • સોમવારે લાસલગાંવ માર્કેટમાં ડુંગળીની કિંમત 10 ટકા વધી
  • ગુજરાતના રાજકોટ યાર્ડમાં ભાવ 20 કિલોના 271થી 805 રૂપિયા છે
  • જ્યારે ગોંડલ યાર્ડમાં ભાવ 20 કિલોનો 300થી 1101 રૂપિયા છે

Divyabhaskar.com

Nov 05, 2019, 06:06 PM IST

મુંબઈઃ દેશમાં ડુંગળીના ભાવ સતત વધી રહ્યાં છે. મહારાષ્ટ્રના લાસલગાંવ સ્થિત ડુંગળીના સૌથી મોટા માર્કેટમાં કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. જોકે સરકારે સતત વધતા પુરવઠાના કારણે ભાવોમાં ઘટાડો આવશે તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો. જોકે તેના બે દિવસ બાદ સોમવારે લાસલગાંવ માર્કેટમાં ડુંગળીની કિંમત 10 ટકા વધી. ગુજરાતના રાજકોટ યાર્ડમાં ભાવ 20 કિલોના 271થી 805 રૂપિયા છે, જ્યારે ગોંડલ યાર્ડમાં ભાવ 20 કિલોના 300થી 1101 રૂપિયા છે. અમદાવાદના સ્થાનિક બજારમાં ડુંગળીનો ભાવ રૂ.65 છે.

આટલી વધી ડુંગળીની કિંમત

ડુંગળીની વધતી કિંમતોના કારણે લોકો હેરાન છે. સોમવારે ડુંગળીનો જથ્થાબંધ ભાવ 55.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. તે ચાર વર્ષના ટોપ લેવલે છે. અગાઉ ઓગસ્ટની શરૂઆતમાં તેની કિંમત 13 રૂપિયા હતી. ડુંગળીનો રિટેલ ભાવ પ્રતિ કિલો 20 રૂપિયાથી વધીને 80 રૂપિયા થયો છે.

100 રૂપિયે પ્રતિ કિલો થઈ શકે છે ડુંગળીની કિંમત

ડુંગળીના ભાવ ઝડપથી 100 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. રિટેલ બજારમાં ડુંગળીની કિંમત 70થી 80 રૂપિયાની વચ્ચે છે. વાત છેલ્લા ત્રણ મહિનાની કરવામાં આવે તો, આ ગાળામાં હોલસેલ વેચાણમાં ડુંગળીના ભાવમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે.

આ કારણે વધી કિંમત

આ અંગે વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષે ડુંગળીનુું ખૂબ જ ઓછું ઉત્પાદન થયું હતું. આ કારણે તેમાં વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. આ સિવાય વેપારીઓએ સરકારની પ્રતિકૂળ નીતીઓને તેના માટે જવાબદાર ઠેરવી છે.

બીજી તરફ લાસલગાંવના કૃષિ ઉપજ વિપણન સમિતિ(એપીએમસી)ના અધ્યક્ષ જયદત હોલ્કરે કહ્યું છે કે ઓક્ટોબર અને નવેમ્બરમાં કમોસમી વરસાદ થયો છે. જેના કારણે ખરીફમાં વાવણી કરવામાં આવેલા પાકને નુકસાન થયું છે. આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સહિત દક્ષિણ ભારતીય રાજયોમાં વાવવામા આવેલી શરૂઆતની ડુંગળીની આવકને નુકસાન થયું છે. આ જ કારણે બજારમાં નવી ડુંગળીનો પુરવઠો વધ્યો નથી.

X
Onion prices are expected to rise to Rs 100 per kg in the coming days

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી