કાર્યવાહી / NSEએ કાર્વી બ્રોકિંગનું લાઈસન્સ સસ્પેન્ડ કર્યું, રેગ્યુલેટરી નિયમ તોડવાનો આરોપ

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

  • બીએસઈએ પણ ઈક્વિટી અને ડેટ સેગમેન્ટમાં કાર્વીના ટ્રેડિંગ ટર્મિનલ નિષ્ક્રિય કર્યા
  • કાર્વી પર ક્લાયન્ટ્સના ફન્ડના દૂરઉપયોગનો આરોપ, થોડા દિવસો અગાઉ સેબીએ પણ પ્રતિબંધ લગાવ્યો હતો
  • ગ્રાહકોની પરવાનગી વગર શેર વેચવાના મામલામાં બ્રોકરેજ ફર્મની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે  

Divyabhaskar.com

Dec 02, 2019, 01:47 PM IST

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)એ કાર્વી સ્ટોક બ્રોકિંગનું લાઈસન્સ સોમવારે સસ્પેન્ડ કર્યું છે. કાર્વી હવે કેપિટલ માર્કેટ, ફ્યુચર એન્ડ ઓપ્શન્સ, કરન્સી ડેરિવેટિવ્સ, ડેટ, મ્યુચ્યુઅલ ફન્ડ સર્વિસ સિસ્ટમ અને કોમોડિટી ડેરિવેટિવમાં ટ્રેડિંગ કરી શકશે નહિ. નિયામક(રેગ્યુલેટરી) પ્રાવધાનોનું પાલન ન કરવાને કારણે કાર્વીની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. બોમ્બે સ્ટોક એક્સચેન્જે(બીએસઈ) પણ ઈક્વિટી અને ડેટ સેગમેન્ટમાં કાર્વીના ટ્રેડિંગ ટર્મિનલને નિષ્ક્રિય કરી દીધું છે. ઈક્વિટી ડેરિવેટિવ્સ, કરન્સી ડેરિવેટિવ્સ અને કોમોડિટી સેગમેન્ટને રિસ્ક રિડક્શન મોડ(આરઆરએમ)માં મૂકી દીધા છે.

સેબીએ નવા ગ્રાહકોને જોડવા પર પ્રતિબંધ લગાવ્યો

બે હજાર કરોડ રૂપિયાના ક્લાયન્ટ ફન્ડ ડિફોલ્ટના કારણે સેબીએ થોડા દિવસો પહેલા જ કાર્વીને બેન કરી હતી. નવા ગ્રાહકોને જોડવા અને જૂના ગ્રાહકો માટે સોદો કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. કાર્વી પર ગ્રાહકોની રકમના દૂરઉપયોગનો આરોપ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જની તપાસના આધાર પર સેબીએ કાર્વી પર કાર્યવાહી કરી.

શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીને ઘણા ગ્રાહકોની પરવાનગી વગર તેમના શેર વેચી દીધા. કાર્વીએ ગ્રાહકોની 2,000 કરોડ રૂપિયાની રકમમાંથી 1,096 કરોડ રૂપિયા પોતાની રિએલ એસ્ટેટ કંપનીમાં ટ્રાન્સફર કર્યા.

X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી