ટાટા મોટર્સ / છેલ્લા 9 મહીનામાં એક પણ નેનોનું પ્રોડક્શન થયું નથી, આ દરમિયાન માત્ર એક કાર વેચાઈ

Not a single Nano has been produced in the last 9 months, with only one car sold in the meantime

  • કંપનીના અધિકારી એપ્રિલ 2020 સુધી નેનોનું ઉત્પાદન, વેચાણ બંધ કરવાના સંકેત આપી ચૂક્યા છે
  • 2009માં લોન્ચ થયેલી ટાટા નેનોને આમ આદમીની કાર તરીકે રજૂ કરવામાં આવી હતી

Divyabhaskar.com

Oct 08, 2019, 04:40 PM IST

નવી દિલ્હીઃ ટાટા મોટર્સે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં એક પણ નેનો કારનું પ્રોડક્શન કર્યું નથી. ફેબ્રુઆરીમાં એક નેનોના વેચાણની જરૂરિયાત હતી. જોકે કંપનીએ નેનોનું પ્રોડક્શન કાયમ માટે બંધ કરવાની જાહેરાત કરી નથી. જોકે કંપનીના અધિકારી એ સંકેત આપી ચૂક્યા છે કે એપ્રિલ 2020થી નેનોનું ઉત્પાદન અને વેચાણ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું હતું કે બીએસ-6 ઉત્સર્જન માપદંડ અને નવા સુરક્ષા નિયમ પુરા કરવા માટે નેનોમાં આગળ રોકાણની યોજના નથી.

ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી 299 નેનો વેચાઈ હતી

  • ટાટા મોટર્સે જાન્યુઆરી 2008માં દિલ્હીમાં થયેલા ઓટો એક્સપોમાં આમ આદમીની કારના રૂપમાં નેનોને રજૂ કરવામાં આવી હતી. માર્ચ 2009માં શરૂઆતની કિંમત 1 લાખ રૂપિયા(બેસિક મોડલ)ની સાથે નેનો બજારમાં આવી હતી. જોકે આ કાર તેની આશા પર ખરી ઉતરી શકી ન હતી. છેલ્લા થોડા વર્ષથી વેચાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ટાટા મોટર્સે 297 નેનોનું પ્રોડક્શન કર્યું અને ઘરેલું બજારમાં 299 કાર વેચી હતી.
  • નેનોએ શરૂઆતથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. પહેલા પશ્ચિમ બંગાળના સિંગૂરમાં પ્લાન્ટ શરૂ કરવાનો હતો. પરંતુ જમીન અધિગ્રહણમાં રાજકારણ અને ખેડૂતોના વિરોધના કારણે પ્લાન્ટને ગુજરાતના સાણંદમાં શિફટ કરવો પડ્યો હતો. લોન્ચિંગ બાદ કાર સળગી જવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી. કંપનીએ કહ્યું હતું કે તેને સૌથી સસ્તી કાર તરીકે પ્રમોટ કરવી તે એક ભૂલ હતી.
X
Not a single Nano has been produced in the last 9 months, with only one car sold in the meantime
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી