શેરબજાર / સેન્સેક્સમાં 642 અંકનું ગાબડું, નિફ્ટી 11000ની નીચે બંધ; સાઉદીની ઓઈલ કંપની પર થયેલા હુમલાની અસર બીજા દિવસે દેખાઈ

Sensex down 375 points, down from Nifty 11000

  • એનાલિસ્ટોએ કહ્યું- ઓઈલ સંકટ, ટ્રેડ વોર અને મંદીની શકયતા જેવી અનિશ્ચિતતાઓને કારણે દબાણ વધ્યું
  • ઓટો, મેટલ અને બેન્કિંગ સેકટરના શેરમાં વધુ વેચવાલી, હીરો મોટોકોર્પ 6% ઘટ્યો

Divyabhaskar.com

Sep 17, 2019, 04:58 PM IST

મુંબઈઃ શેરબજાર મંગળવારે સતત બીજા દિવસે નુકસાનમાં રહ્યું હતું. સેન્સેક્સ 642 અંકના ઘટાડા સાથે 36,481 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 698 અંક ઘટીને 36,419 સુધી ગયો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 185 અંક નીચે 10,817 પર થયું હતું. કારોબાર દરમિયાને તે 207 અંક ઘટીને 10,796 સુધીના નીચલા સ્તરે પહોંચ્યો હતો.

બજારમાં ઘટાડાનું કારણ શું ?

એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે, સાઉદ અરેબિયાના ઓઈલ સંકટ, અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોર અને વૈશ્વિક મંદી જેવા ખતરા જેવી અનિશ્ચિતતાના કારણે બજારમાં દબાણ વધ્યું છે. વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરમકોના બે પ્લાન્ટ પર યમનના હૂતી હુમલાખોરે શનિવારે ડ્રોનથી હુમલો કર્યો હતો. તેનાથી સાઉદી અરબમાં ક્રુડનું ઉત્પાદન 50 ટકા ઘટ્યું હતું. આ ગ્લોબલ પ્રોડક્શનના 5% છે. આ સંજોગોમાં વિશ્વમાં ઓઈલના સપ્લાયમાં વિક્ષેપ પડવાની શકયતા વધી છે.

ઓટો ઈન્ડેક્સ 4% ઘટ્યો

સેન્સેક્સના 30માંથી 27 અને નિફ્ટીના 50માંથી 44 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. ઓટો, મેટલ અને બેન્કિંગ શેરમાં વધુ વેચાણ જોવા મળ્યું હતું. એનએસઈ પર તમામ 11 સેકટર ઈન્ડેક્સ નુકસાનમાં રહ્યાં હતા. ઓટો ઈન્ડેક્સ સૌથી વધુ 3.83 ટકા ઘટ્યો હતો.

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર ઘટાડો
હીરો મોટોકોર્પ 6.25%
ટાટા મોટર્સ 4.98%
ટાટા સ્ટીલ 4.93%
એક્સિસ બેન્ક 4.68%
મારૂતિ 4.62%

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
ગેલ 1.85%
ટાઈટન 0.98%
હિન્દુસ્તાન યુનીલીવર 0.97%
એશિયન પેન્ટ્સ 0.70%
ઈન્ફોસિસ 0.56%
X
Sensex down 375 points, down from Nifty 11000

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી