અર્થવ્યવસ્થા / પ્રિયંકાનું કેન્દ્રને મેણું- કેચ પકડવા માટે બોલ પર નજર જરૂરી, નહિતર ઓલા-ઉબરને જવાબદાર ઠેરવતા રહેશો

Priyanka's center needs to look at the ball to catch Maine - otherwise, she will be blaming Ola-Uber.

  • કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર એક ક્રિકેટનો વીડિયો શેર કર્યો
  • તેમણે પોતાના ટ્વિટમાં વીડિયોથી કેન્દ્ર સરકારના મંત્રીઓના નિવેદનો પર નિશાન સાધ્યું


 

Divyabhaskar.com

Sep 13, 2019, 07:55 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ક્રિકેટ મેચના આ વીડિયો દ્વારા તેમણે કેન્દ્ર સરકારના મંત્રીઓ દ્વારા હાલમાં જ અર્થવ્યવસ્થાને લઈને આપવામાં આવેલા નિવેદનો પર મેણું માર્યું હતું.

પ્રિયંકાએ લખ્યું કે સાચો કેચ પકડવા માટે છેલ્લે સુધી બોલ પર નજર અને રમતની સાચી ભાવના હોવી જરૂરી છે. નહિતર તમે તમામ દોષ ગુરુત્વાકર્ષણ, ગણિત, ઓલા-ઉબર અને અન્ય વાતોને આપતા રહેશો. ભારતીય અર્થવ્યવસ્થા માટે લોક હિતમાં જાહેર.

આઈનસ્ટાઈનને ગુરત્વાકર્ષણની શોધમાં ગણિત કામ આવ્યું ન હતુંઃ ગોયલ

અગાઉ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ગુરુવારે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા. યુઝર્સે તેની સાથે જોડાયેલા મીમ્સ અને જોક્સ શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે એક ટ્રેડ બોર્ડની મીટિંગમાં મંત્રીએ આ વાત કહી હતી કે આઈનસ્ટાઈનને ગુરુત્વાકર્ષણની શોધ કરવામાં ગણીત કામમાં આવ્યું ન હતું. બાદમાં ગોયલે તેના સ્પષ્ટીકરણમાં કહ્યું કે મારા નિવેદનન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું.

યુવા વર્ગ નવી કાર લેવા કરતા વધુ ઓલા અને ઉબરને પસંદ કરે છેઃ સીતારમણ

થોડા દિવસો પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઓટો સેકટરમાં મંદી માટે યુવાઓનો માઈન્ડસેટ જવાબદાર હોવાની જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે યુવા વર્ગ નવી કારના હપ્તા ભરવા કરતા ઓલા અને ઉબર જેવી રેડિયો ટેક્સી સર્વિસનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. આ નિવેદનને લઈને પણ સોશિયલ મીડિયામાં બબાલ થઈ હતી.

X
Priyanka's center needs to look at the ball to catch Maine - otherwise, she will be blaming Ola-Uber.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી