બચત ખાતા / NEFT પર જાન્યુઆરી, 2020થી ચાર્જીસ લાગશે નહીં, RBIએ બેન્કોને નિર્દેશ આપ્યા

NEFT will not charge charges from January, 2020, RBI instructs banks
X
NEFT will not charge charges from January, 2020, RBI instructs banks

  • NEFT મારફતે ફંડ ટ્રાન્સફર કરવાથી એક રૂપિયા 25 રૂપિયા સુધીનો ચાર્જ લાગે છે.
  • ઓક્ટોબર,2018 થી સપ્ટેમ્બર, 2019 સુધી 252 કરોડ NEFT ટ્રાન્ઝેક્શન થયા હતા.

Divyabhaskar.com

Nov 09, 2019, 06:39 PM IST
મુંબઈઃ RBIએ બેન્કોને નિર્દેશ આપ્યો છે કે જાન્યુઆરી,2020 થી નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT)અંગે બચત ખાતાધારકો પાસેથી કોઈ જ ચાર્જ વસુલ કરવામાં ન આવે. ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી RBI એ શુક્રવારે આ નિર્દેશો જારી કર્યા હતા.
 

નોન-કેશ રિટેલ પેમેન્ટમાં ડિજીટલ ચુકવણીની 96 ટકા હિસ્સેદારી


1. RBIએ તમામ અધિકૃત પેમેન્ટ સિસ્ટમ્સને નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ફાસ્ટેગથી લિંગ કરવાની મંજૂરી પણ આપી છે. ફાસ્ટેગનો ઉપયોગ હવે પાર્કિંગ ચાર્જીસની ચુકવણી કરવા તથા પેટ્રોલ પંપ પર પણ કરવામાં આવી શકે છે.

2.RBI એ જણાવ્યું હતું કે ઓક્ટોબર, 2018 થી સપ્ટેમ્બર, 2019 સુધી નોન કેશ રિટેલ પેમેન્ટમાં ડિજીટલ પેમેન્ટની 96 ટકા હિસ્સેદારી રહી છે. આ સમયગાળા દરમિયાન રૂપિયા 252 કરોડના મૂલ્યના NEFT અને 874 કરોડના UPI ટ્રાન્ઝેક્શન થયા.

3. RBI એ જૂનમાં નાણાં નીતિની સમીક્ષાના સમયે  NEFT ચાર્જીસ ખતમ કરવાનો નિર્ણય પણ લીધો હતો, પરંતુ આ અનિવાર્ય રીતે લાગુ કરવાની તારીખ નક્કી નથી. બેન્ક NEFT  વ્યવહારના મૂલ્યને આધારે 1 રૂપિયાથી રૂપિયા 25 સુધી ચાર્જીસ વસુલ કરે છે.

4. ICICI સહિત કેટલીક બેન્ક ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ એપથી NEFT પર ચાર્જીસ વસુલ કરતી નથી, ફક્ત શાખાથી ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગે છે. SBI એ પણ જુલાઈમાં નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ તથ યોનો મારફતે NEFT ચાર્જીસ ખતમ કર્યા હતા. આ સાથે શાખાથી NEFT પર ચાર્જ 20 ટકા સુધી ઘટાડ્યા હતા.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી