તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Infosys Profit Fell 1.8% In July September To Rs 4037 Crore, Revealing Dividend Of Rs 8

ઈન્ફોસિસનો નફો જુલાઈ-સપ્ટેમ્બરમાં 1.8% ઘટીને 4037 કરોડ રહ્યો, 8 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષ જુલાઈ-સપ્ટેમ્બરમાં 4110 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો
  • ત્રિમાસિક ધોરણે નફો વધ્યો, એપ્રિલ-જૂનમાં 3802 કરોડ રૂપિયા હતો
  • કંપનીએ સમગ્ર નાણાંકીય વર્ષ માટે રેવન્યુ ગ્રોથનું ગાઈડન્સ વધારીને 9-10% કર્યું

બેંગલુરુઃ દેશની સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકનું પરિણામ શુક્રવારે જાહેર કર્યું છે. આ ત્રિમાસિકમાં કંપનીને 4,037 કરોડ રૂપિયાનો નફો થયો છે. ગત વર્ષે સપ્ટેમ્બર ત્રિમાસિકનો પ્રોફિટ 4,110 કરોડ રૂપિયાની સરખામણીમાં 1.8 ટકા ઘટ્યો છે. જોકે ત્રિમાસિક આધાર પર પ્રોફિટમાં વધારો થયો છે. રેવન્યુ 9.8% વધીને 22,629 કરોડ રૂપિયા રહી છે. કંપનીએ 8 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું છે.

ત્રિમાસિકના આધાર પર નફો 6.2 ટકા, રેવન્યુ 3.8% વધી

ત્રિમાસિકનફો(રૂપિયા કરોડ)રેવન્યુ(રૂપિયા કરોડ)
જુલાઈ-સપ્ટેમ્બર 20194,03722,629
એપ્રિલ-જૂન 20193,80221,803
જુલાઈ-સપ્ટેમ્બર 20194,11020,609

રેવન્યુમાં કયાં સેગમેન્ટનો કેટલો હિસ્સો ?

સેગમેન્ટ રેવન્યુમાં હિસ્સો
ફાઈનાન્શિયલ સર્વિસિસ31.9%
રિટેલ15.2%
કોમ્યુનિકેશન13.1%
એનર્જી, યુટિલિટીઝ, રિસોર્સિઝ એન્ડ સર્વિસિસ13.1%
મેન્યુફેકચરિંગ10.1%
હાઈ ટેક7.6%
લાઈફ સાયન્સીસ6.4%
અન્ય2.6%

નોર્થ અમેરિકાથી રેવન્યુ વાર્ષિક આધાર પર વધ્યો, ત્રિમાસિક આધાર પર ઘટ્યો

દેશજુલાઈ-સપ્ટેમ્બર 2019એપ્રિલ-જૂન 2019જુલાઈ-સપ્ટેમ્બર2018
નોર્થ અમેરિકા61.4%61.6%60.3%
યુરોપ24.1%23.6%24%
ભારત2.7%2.3%2.5%
બાકીનું વિશ્વ11.8%12.5%13.2%

અટ્રિશન રેટ ઘટીને 21.7% રહ્યો
કંપનીએ ચાલુ નાણાંકીય વર્ષ।(2019-20) માટે રેવન્યુ ગ્રોથનું ગાઈડન્સ વધારીને 9-10% કર્યું છે. એપ્રિલ-જૂન ત્રિમાસિકનું પરિણામ બહાર પાડતી વખતે 8.5-10%નું અનુમાન બહાર પાડવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં અટ્રિશન રેટ(કર્મચારીઓનો કંપની છોડીવાનો દર) ઘટીને 21.7% રહ્યો હતો. એપ્રિલ-જૂનમાં 23.4% અને ગત વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 22.2% હતો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો