• Home
  • Business
  • Latest News
  • Indians Defeating the Recession : In last Five month 8 thousand crores invested in every month in Mutual Funds via SIP

મૂડીરોકાણ / મંદીને માત આપી રહેલા ભારતીયો: મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા 5 માસમાં દરેક મહિને 8-8 હજાર કરોડનું રોકાણ થયું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • એમ્ફીનો રિપોર્ટ- ઓગસ્ટમાં રોકાણમાં 8%નો વધારો, 2 વર્ષમાં 2 ગણું રોકાણ

Divyabhaskar.com

Sep 17, 2019, 01:40 AM IST

નવી દિલ્હી: વૈશ્વિક સ્લો ડાઉન તથા ઇક્વિટી માર્કેટની ખરાબ પરિસ્થિતી છતાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારોનો ઉત્સાહ જળવાઇ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં સરેરાશ 5 લાખ નવા રોકાણકારોના ખાતામાં ઉમેરો થયો છે જે કુલ 8.53 કરોડ પહોંચ્યું છે. ખરાબ માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં દાખલ થતા રોકાણકારો લાંબાગાળે ફાયદો મળશે તેવું દર્શાવી રહ્યાં છે. ઇક્વિટી માર્કેટમાં વોલેટાલિટી હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો ઉત્સાહ જળવાઇ રહ્યો છે. ઓગસ્ટમાં સિસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) દ્વારા રોકાણ 7.5 ટકા સુધી વધીને રૂ. 8,231 કરોડ નોંધાયું છે. જ્યારે ચાલુ નાણાંકિય વર્ષના પહેલા પાંચ માસમાં એસઆઇપી દ્વારા કુલ રોકાણ હિસ્સો વધીને 41098 કરોડ પહોંચ્યો છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 36760 કરોડનો રહ્યો હતો.

44 ફંડ હાઉસોના સમૂહમાં મુખ્યત્વે ઇક્વિટી ફંડ્સમાં રોકાણ વૃદ્ધિ SIP પર આધારિત
રિટેલ રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે એસઆઈપીએ પસંદગીનો માર્ગ બન્યો, કારણ કે તે બજારના જોખમને ઘટાડવામાં મદદ કરે છે તેમ એમ્ફીના અહેવાલમાં દર્શાવાયું છે. ઓગસ્ટ માસમાં એસઆઇપી હેઠળ રોકાણ 8231 કરોડ રહ્યું હતું જે અગાઉના વર્ષે આ સમયમાં 7658 કરોડનું નોંધાયું હતું. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સના એસોસિયેશનના ડેટા અનુસાર ઓગસ્ટના અંતે 44 ફંડ હાઉસોના સમૂહમાં મુખ્યત્વે ઇક્વિટી ફંડ્સમાં રોકાણ વૃદ્ધિ એસઆઈપી પર આધારિત છે. આ વર્ષે જુલાઈમાં, એસઆઇપી હેઠળ રોકાણ 8,324 કરોડ રહ્યું હતું. જેની તુલનાએ ઓગસ્ટમાં નજીવો ઘટાડો થયો છે. જ્યારે જૂનમાં 8,122 કરોડ, મેમાં 8,183 કરોડ અને એપ્રિલમાં 8,238 કરોડ રૂપિયાનું રોકાણ રહ્યું હતું. ઓગસ્ટ સુધીના 12 મહિનામાં એસઆઈપીમાં રોકાણ પ્રવાહ સરેરાશ 8,000 કરોડ રૂપિયા રહ્યો હતો. એમ્ફીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એન એસ વેંકટેશે જણાવ્યું કે એસઆઈપીમાં રોકાણ સપ્ટેમ્બરમાં ઇક્વિટીની મજબૂતી પર નિર્ભર રહેશે.

MFમાં એસઆઇપીના 2.81 કરોડ એકાઉન્ટ
મ્યુચ્યુઅલ ફંડ્સમાં કુલ એકાઉન્ટ ફોલિયોમાં સરેરાસ 2.81 કરોડ એસઆઈપી ખાતા છે, જેના દ્વારા રોકાણકારો નિયમિતપણે ભારતીય મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરે છે. સેક્ટરમાં ચાલુ નાણાકીય વર્ષ (2019-20) દરમિયાન દર મહિને સરેરાશ 9.39 લાખ એસઆઈપી ખાતા ઉમેર્યા છે જેમાં સરેરાશ ટિકિટ સાઇઝ અંદાજે 2,900 રૂપિયા છે.

એસઆઇપીમાં રોકાણ પ્રવાહ

  • 2018-19માં 92700
  • 2017-18માં 67000
  • 2016-17માં 43900
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી