તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Air India Warns Of Oil Companies Supply Will Be Stopped If Payment Is Not Received By October 18

એર ઈન્ડિયાને ઓઈલ કંપનીઓએ ચેતવી- 18 ઓક્ટોબર સધીમાં પેમેન્ટ ન મળ્યું તો સપ્લાય રોકવામાં આવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 11 ઓક્ટોબરથી સપ્લાઈ રોકવાની ચેતવણી આપવામાં આવી હતી, એર ઈન્ડિયાની અપીલ પર સમય વધાર્યો
  • ઓઈલ કંપનીઓએ ઓગસ્ટમાં 6 એરપોર્ટ પર એર ઈન્ડિયાનો ફ્યુઅલ સપ્લાય રોક્યો હતો

નવી દિલ્હીઃ અગ્રણી સરકારી ઓઈલ કંપનીઓએ એર ઈન્ડિયાને ચેતવણી આપી છે કે 18 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ચૂકવણી ન કરી તો 6 મુખ્ય એરપોર્ટ પર ફ્યુઅલ સપ્લાય રોકવામાં આવશે. આઈઓસીએલ, બીપીસીએલ અન એચપીસીએલએ ગુરુવારે એર ઈન્ડિયાને પત્ર લખની કહ્યું કે દર મહીને સંપૂર્ણ ચૂકવણી ન થવાને કારણે બાકી ચૂકવવાની નીકળતી રકમમાં વધુ ઘટાડો થયો નથી.

ઓગસ્ટમાં એર ઈન્ડિયાએ ઓઈલ કંપનીઓના 5000 કરોડ રૂપિયા ચૂકવવાના નીકળતા હતા
ઓઈલ કંપનીઓએ 5 ઓક્ટોબરે પણ એર ઈન્ડિયાને કહ્યું હતું કે 11 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ચૂકવણી ન થઈ તો સપ્લાય રોકવામાં આવશે. એર ઈન્ડિયાએ ગુરૂવારે એક પત્ર લખીને ફ્યુઅલ સપ્લાય ન રોકાવાની અપીલ કરી હતી. તેના જવાબમાં કંપનીઓએ કહ્યું કે ચૂકવણી વિશે તમે કોઈ સમય સીમા જણાવી નથી. છતા પણ તમારી અપીલ પર વિચાર કરીને અમે 18 ઓક્ટોબર સુધીનો સમય આપી રહ્યાં છે.
ત્રણ કંપનીઓએ ઓગસ્ટમાં એર ઈન્ડિયાએ ફ્યુઅલના 5,000 કરોડ રૂપિયા બાકી હોવાની માહિતી આપી હતી. તેમનું કહેવું હતું કે લગભગ 8 મહીનાથી ચૂકવણીમાં સમય લાગી રહ્યો છે. 22 ઓગસ્ટથી ત્રણે કંપનીઓએ 6 હવાઈ એરપોર્ટ-કોચી, મોહાલી, પુના, પટના, રાંચી અને વિશાખપટ્ટનમ પર એર ઈન્ડિયાને ફ્યુઅલ આપવાનું બંધ કર્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની દખલ બાદ 7 સપ્ટેમ્બરે ફરીથી સપ્લાઈ શરૂ કર્યો છે.
નુકસાનમાં ચાલી રહેલી એર ઈન્ડિયા પર 60 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. ગત નાણાંકીય વર્ષ(2018-19)માં એરલાઈનને 8,400 કરોડ રૂપિયાનું નુકસાન થયું. સરકારની તેમાં રોકાણની યોજના છે. અગામી મહિનાથી પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો