• Home
  • Business
  • Gujarat to setup multi weapon tasting firing range at Dholera SIR

ડિફેન્સ / ગુજરાતમાં ધોલેરા SIR ખાતે ડિફેન્સના હથિયારોના પરીક્ષણ માટે ફાયરિંગ રેન્જ બનશે

Gujarat to setup multi weapon tasting firing range at Dholera SIR
X
Gujarat to setup multi weapon tasting firing range at Dholera SIR

  • ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં 200 ચોરસ કીલોમીટરમાં બનશે આ રેન્જ
  • ફાયરિંગ રેન્જ વિકસાવવા માટે ખાનગી કંપનીઓ સાથે ટૂંક સમયમાં વાતચીત શરુ થશે

Divyabhaskar.com

Jul 11, 2019, 06:39 PM IST

અમદાવાદ: રાજ્યમાં ડિફેન્સ સેક્ટરની કંપનીઓને આકર્ષવા માટે ગુજરાતમાં ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ખાતે ડિફેન્સના હથિયારોના પરીક્ષણ માટે ફાયરિંગ રેન્જ બનવા જઈ રહી છે. આવી ફાયરીંગ રેન્જ બનાવવા માટે ઇન્ડિયન આર્મી તરફથી દરખાસ્ત મળી હતી. આ સિવાય બાબા કલ્યાણી ગ્રુપની ડીફેન્સ સેક્ટરની કંપની ભારત ફોર્જે પણ ફાયરિંગ રેન્જ બનાવવા માટે એક પ્રપોઝલ રાજ્ય સરકારને મળી હતી. ઉડ્ડયન ક્ષેત્રની તકો માટે કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) ગુજરાત, સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ, ધોલેરા ઔદ્યોગિક સીટી ડેવલપમેન્ટ લિમિટેડ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત બીજો ગુજરાત એવિએશન કોન્ક્લેવમાં ધોલેરા સરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી ધોલેરામાં ફાયરિંગ રેન્જ બનાવવા માટે સૈધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. જોકે, આ ફાયરીંગ રેન્જ ક્યારથી કાર્યરત થશે તે હજુ નક્કી નથી પરંતુ સરકારને આશા છે કે તેનાથી રાજ્યમાં ડિફેન્સ સેક્ટરમાં રોકાણ આકર્ષવામાં મદદ મળશે.

ફાયરિંગ રેન્જનો ઉપયોગ આર્મી અને એરફોર્સ કરશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી