રિપોર્ટ / અનિલ અંબાણીની વિરુદ્ધ ચીનની 3 બેન્કોએ કેસ કર્યો, આરકોમ પર 4847 કરોડ બાકી હોવાનો દાવો

3 Chinese banks sued against Anil Ambani, RCom claiming 4847 crore pending

  • 2012માં આપવામાં આવેલી લોન સાથે જોડાયેલો મામલો, બેન્કો મુજબ આરકોમે 2017માં ડિફોલ્ટ કર્યું
  • બેન્કોની દલીલ- અનિલ અંબાણીની ખાનગી ગેરન્ટીની શરત પર તેમની કંપનીને લોન આપવામાં આવી હતી
  • અંબાણીના વકીલે કહ્યું કે- ખાનગી ગેરન્ટી ન આપી, માત્ર કમ્ફર્ટ લેટર પર સહમતિ વ્યક્ત કરી હતી  


 

Divyabhaskar.com

Nov 10, 2019, 04:59 PM IST

મુંબઈઃ અનિલ અંબાણીની વિરુદ્ધ ચીનની ત્રણ બેન્કોએ લંડનની કોર્ટમાં કેસ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ ધ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઈના(ICBC), ચાઈના ડેવલોપમેન્ટ બેન્ક અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેન્ક ઓફ ચાઈનાનો દાવો છે કે તેમણે અનિલ અંબાણીની ખાનગી ગેરન્ટીની શરત પર તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ(આરકોમ)ને 2012માં 92.52 કરોડ ડોલરની લોન આપી હતી. આરકોમ ફેબ્રુઆરી 2017માં લોન ચુકવવામાં ડિફોલ્ટ રહી. તેના 68 કરોડ ડોલર(4847 કરોડ રૂપિયા) બાકી છે.

ICBC અંબાણી અને લોનધારક વચ્ચેનું અંતર સમજી ન શક્યું

બીજી તરફ અનિલ અંબાણીના વકીલ રોબર્ટ હોવેએ કોર્ટમાં કહ્યું કે અંબાણીએ ખાનગી ગેરન્ટી ક્યારે પણ આપી નથી, જોકે કોઈ પણ પ્રકારની શરત વગર પર્સનલ કમ્ફર્ટ લેટર બનાવવાની સહમતિ વ્યક્ત કરી હતી. ICBC અંબાણી અને લોન આપનાર કંપનીની વચ્ચેનો તફાવત સમજવામાં સતત નિષ્ફળ રહી. ઉલ્લેખની છે કે કમ્ફર્ટ લેટર દ્વારા એ ભરોસો આપવામાં આવે છે કે કંપની નાણાંકીય કે કરાર સાથે જોડાયેલી જવાબદારીઓ પુરી કરશે, જોકે આ લેટરમાં કાયદાની બાધ્યતા હોતી નથી.

રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ચીનની બેન્કો તરફથી કોર્ટમાં આપવામાં આવેલી માહિતી મુજબ અનિલ અંબાણી 2011માં બીજિગ ગયા હતા. તેમણે આઈસીબીસીના પૂર્વ ચેરમેન જિઆંગ જિનઆનક્વિંગ સાથે લોનની વાતચીત કરી હતી. આઈસીબીસીના વકીલ બંકિમ થાંકીનો દાવો છે કે અનિલ અંબાણી તરફથી રિલાયન્સ કોમર્શિયલ એન્ડ ટ્રેઝરી હેડ હસિત શુક્લાએ ખાનગી ગેરન્ટી પર સહી કરી હતી. બીજા પક્ષના વકીલ હોવનું કહેવું છે કે અંબાણીએ પોતાના તરફથી શુકલાને હસ્તાક્ષરનો અધિકાર આપ્યો ન હતો. આ મામલામાં ગુરુવારે થયેલી સુનાવણીમાં આઈસીબીસીના વકીલે કોર્ટને ઝડપથી નિર્ણય આપવા અથવા તો પછી અનિલ અંબાણીને વ્યાજ સહિત બાકીની રકમ ચૂકવવા સશરત આદેશ આપવાની અપીલ કરી.

X
3 Chinese banks sued against Anil Ambani, RCom claiming 4847 crore pending
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી