અર્થતંત્ર / બ્રોકરેજ ફર્મ નોમુરાએ ભારતનો GDP વૃદ્ધીનો અંદાજ 5.7 ટકાથી ઘટાડી 4.90 ટકા કર્યો

Brokerage firm Nomura lowers India's GDP growth estimate from 5.7% to 4.90%
X
Brokerage firm Nomura lowers India's GDP growth estimate from 5.7% to 4.90%

  • કહ્યું- અર્થવ્યવસ્થામાં ઘટાડાનો દોર જારી- એક વર્ષથી સુધારાની કોઈ આશા નહીં
  • RBI આગામી વર્ષના મધ્યભાગ સુધી રેપો રેટમાં વધુ 0.50 ટકા ઘટાડો કરી શકે છે.

Divyabhaskar.com

Nov 09, 2019, 03:33 PM IST

મુંબઈ: જાપાનની બ્રોકરેજ કંપની નોમુરાએ ચાલુ નાણાકીય વર્ષ (2019-20) માટે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડી 4.90 ટકા કર્યો છે. અગાઉ આ અંદાજ 5.7 ટકા હતો. નોમુરાનું તાજેતરનું આ અનુમાન અત્યાર સુધીનું સૌથી નીચુ અનુમાન છે. નોમુરાએ કહ્યું હતું કે અર્થતંત્ર ઝડપભેર નીચે આવી રહ્યું છે. તેમાં આગામી એક વર્ષ સુધી રિકવરીની કોઈ  જ આશા નથી.

રાજકોષિય ખાધનો અંદાજ વધારી 3.7 ટકા કરવામાં આવ્યો


આર્થિક વિકાસને ઝડપી બનાવવા માટે સરકાર અને રિઝર્વ બેન્કના પ્રયાસો અંગે નોમુરાએ કહ્યું છે કે RBI દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાના પગલાંથી ગ્રાહકોને લાભ પહોંચાડવાની વ્યવસ્થામાં અવરોધ અને વૈશ્વિક વિકાસ દરમાં કમજોરી ભારતીય અર્થવ્યવસ્થા માટે હાલમાં અવરોધરૂપ છે. 


નોમુરાએ કહ્યું RBI દ્વારા રેપો રેટમાં આગામી વર્ષના મદ્યભાગ સુધી વધુ 0.50 ટકા કાપ મુકે તેવી શક્યતા છે. નોમુરાએ સરકારના રાજકોષિય ખાધનો અનુમાન પણ 0.40 ટકા વધારી 3.70 ટકા છે. તેમનું કહેવું છે કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાથી આર્થિક રીતે 1.45 લાખ કરોડ રૂપિયાની ખાધ ભરપાઈ કરવા માટે વધારાના સ્રોત દેખાતો નથી.

બ્રોકરેજ કંપનીએ દેવા અને રાજકોષિય સ્થિરતાના જોખમો ઝીણવટભરી નજર રાખવાની જરૂરત દર્શાવવામાં આવી છે. તેમનું કહેવું છે કે દેવાને લગતી કડક શરતોને લીધે NPA વધશે અને ક્રેડિટ ગ્રોથ કમજોર રહેશે, જોકે તેની સમગ્ર વ્યવસ્થામાં ફેલાશે. નોમુરાએ બેન્કોની બમણી બેલેન્સ શીટની સમસ્યામાં નોન બેન્કિંગ ફાયનાન્સિયલ કંપનીઓની મુશ્કેલીઓને પણ સમાવેશ કરતા તેને ટ્રીપલ બેલેન્સ શીટ સમસ્યા દર્શાવી છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી