• Home
  • Business
  • Latest News
  • Become a citizen of your favorite country at the cost of money, Citizenship business Annual turnover of 1.8 million crore

સિટિઝનશિપ / પૈસાના દમ પર મનપસંદ દેશનો નાગરીક બનો, નાગરિકતા ખરીદ-વેચાણનો વાર્ષિક કારોબાર 1.8 લાખ કરોડ

Become a citizen of your favorite country at the cost of money, Citizenship business Annual turnover of 1.8 million crore

  • 70 લાખથી 17 કરોડ સુધીનુ રોકાણ કરી એન્ટિગાથી લઈ બ્રિટન સુધી નાગરિકતા મેળવવી સરળ
  • 71 લાખ રૂપિયામાં અંટીગાની તો 17 કરોડ રૂપિયાના રોકાણમાં બ્રિટનની નાગરિકતા મેળવી શકાય છે
  • વિશ્વના અડધાથી વધુ દેશ મોટા રોકાણના બદલે નાગરિકતા ઓફર કરે છે

Divyabhaskar.com

Oct 12, 2019, 04:15 AM IST
લંડન: કોઈપણ દેશની નાગરિકતા હાંસિલ કરવાના અનેક માર્ગો છે. જેમાં એક તો જન્મના આધારે બીજુ દેશમાં લાંબા સમય સુધી કામ કરવાના આધારે નાગરિકતા હાંસિલ કરી શકાય છે. તેમાંય હવે રૂપિયાના જોર પર નાગરિકતા મેળવવાનો ટ્રેન્ડ તેજીથી વધી રહ્યો છે. જો તમારી પાસે સારી એવી રકમ હોય તો તમે રોકાણ કરી મનપસંદ દેશમાં નાગરીક બની શકો છો. બીબીસીના રિપોર્ટ અનુસાર, વિશ્વના અડધાથી વધુ દેશ રોકાણને આકર્ષિત કરવા માટે નાગરિકતા વેચી રહ્યા છે. વિશ્વમાં નાગરિકતાનો કાયદેસર વેપાર વાર્ષિક 2500 કરોડ ડોલર (રૂ. 1.8 લાખ કરોડ)નો છે.
અનેક કંપનીઓ નાગરિકતાના કારોબારમાં સામેલ
વિશ્વમાં 100થી વધુ કંપનીઓ હાલ નાગરિકતાનો કારોબાર કરી રહી છે. જેમાં મોટાપાયે રોકાણ માટે ઈચ્છુક દેશોને મદદ મળે છે. લંડન સ્થિત હેનલી એન્ડ પાર્ટનર્સ આ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. કંપનીના ચેરમેન ક્રિસ્ટિયન કાલનિ જણાવે છે કે, તે દુનિયાના ધનવાનો અને તેમના પરિવારોને જુદા-જુદા દેશોની નાગરિકતા હાંસિલ કરવામાં મદદ કરે છે. નાગરિકતાની સામાન્ય અવધારણા હવે જુની થઈ છે. હવે લોકોએ વિચારસરણી બદલવાની જરૂર છે. જો કોઈ પાસે ટેલેન્ટ અને મૂડી છે.
વનુઆતુના નાગરિક બનો અને વિઝા વિના યુરોપ ફરો
પૈસાના જોર પર કોઈ દેશની નાગરિકતા હાંસિલ કરવાનો અનેક હેતુઓ છે. પેસિફિક આઈલેન્ડ વનુઆતુ લોકોને આકર્ષિત કરી રહ્યો છે કારણકે, ત્યાંનો પાસપોર્ટ હાંસિલ કરનારા વિઝા વિના યુરોપમાં ગમે-ત્યાં હરીફરી શકે છે. આ દેશની નાગરિકતા ખરીદનારા ઘણા એવા છે. જે રોકાણ કર્યા બાદ વનુઆતુ આવ્યા પણ નથી. વિકસિત દેશોમાં રહેવાની ઈચ્છા ધરાવતા લોકો અમેરિકા, કેનેડા, બ્રિટન જેવા દેશોમાં નાગરિકતા લઈ રહ્યા છે. USમાં નાણાંના જોર પર નાગરિકતા હાસિલ કરવા માટે 5થી 10 લાખ ડોલરનુ રોકાણ કરે છે.
નાગરિકતા મેળવવા માટે દેશોનો રેટ લિસ્ટ
દેશ કિંમત
અંટીગા એન્ડ બારબુડા 0.71
સેંટ કિટ્સ 1.06
મોંટેનિગ્રો 1.94
પુર્તગાલ 2.72
સ્પેન 3.9
બુલ્ગારિયા 3.97
માલ્ટા 7.1
અમેરિકા 3.6-7.1
બ્રિટન 17.76
X
Become a citizen of your favorite country at the cost of money, Citizenship business Annual turnover of 1.8 million crore
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી