• Home
  • Business
  • Arvind SmartSpaces to setup Rs 250 crore's affordable housing platform with HDFC Capital

પાર્ટનરશિપ / અરવિંદ સ્માર્ટસ્પેસીસ રૂ. 250 કરોડનું અફોર્ડેબલ હાઉસિંગ પ્લેટફોર્મ બનાવવા HDFC કેપિટલ સાથે હાથ મિલાવ્યા

Arvind SmartSpaces to setup Rs 250 crore's affordable housing platform with HDFC Capital

  • કંપનીને એની બેલેન્સ-શીટ પર બિનજરૂરી દબાણ વિના લાંબા ગાળાની મૂડીની ઉપલબ્ધતા વધશે

Divyabhaskar.com

Oct 11, 2019, 02:34 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: અરવિંદ ગ્રુપની રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે એચડીએફસી કેપિટલ અફોર્ડેબલ રિયલ એસ્ટેટ ફંડ 1 (એચ-કેર 1) સાથે વ્યૂહાત્મક પાર્ટનરશિપ કરવાની જાહેરાત કરી હતી. આ પાર્ટનરશિપ ભારતમાં અફોર્ડેબલ અને મધ્યમ-આવક ધરાવતાં હાઉસિંગ પ્રોજેક્ટ્સને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, ત્યારે નિર્મિત એકમોની ગુણવત્તા સાથે સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે. પ્રસ્તાવિત ડેવલપમેન્ટ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ અરવિંદ હોમ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 250નાં પ્રાથમિક રોકાણ સાથે હાથ ધરવામાં આવશે. કંપની અમદાવાદ, ગાંધીનગર, બેંગલોર અને પૂણેમાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ધરાવે છે.

અરવિંદ સ્માર્ટસ્પેસીસનાં ચેરમેન સંજય લાલભાઈ કહ્યું કે, આ પાર્ટનરશિપ અમને નવા પ્રોજેક્ટ્સમાં વૃદ્ધિ અને રોકાણને વધારવામાં મદદ કરશે. એચડીએફસી કેપિટલ અને અરવિંદ દ્વારા નવું લાંબા ગાળાનું ફંડ તથા કંપનીનાં નવા પ્રોજેક્ટની કામગીરીનાં સ્કેલમાં ઓર્બિટલ ચેન્જ લાવશે.

કંપનીનાં મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ કમલ સિન્ગલે ઉમેર્યું હતું કે, પ્રસ્તાવિત માળખું કંપનીમાં મૂડીનાં અવરોધને દૂર કરવાની સાથે કંપનીને એની બેલેન્સ-શીટ પર બિનજરૂરી દબાણ લાવ્યાં વિના લાંબા ગાળાની મૂડીની ઉપલબ્ધતા સાથે ફ્લેક્સિબિલિટી પણ સુનિશ્ચિત કરશે, જે ટૂંકા અને મધ્યમ ગાળાનાં વ્યવસાયિક ચક્રો માટે મૂડી પૂરી પાડશે.

એચડીએફસી લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર રેણુ સુદ કર્નાડે કહ્યું હતું કે, ભારતમાં હાઉસિંગ મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે અને શહેરીકરણમાં વધારા સાથે અફોર્ડેબલ હાઉસિંગની માગમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. એચડીએફસીનો પ્રયાસ અગ્રણી ડેવલપર્સને ફ્લેક્સિબલ, લાંબા ગાળાની મૂડી પ્રદાન કરીને અફોર્ડબેલ હાઉસિંગમાં ડિમાન્ડ-સપ્લાય ગેપને પૂર્ણ કરવામાં મદદ કરે છે.

એચડીએફસી કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડનાં એમડી અને સીઇઓ વિપુલ રુંગટાએ ઉમેર્યું હતું કે, અરવિંદ સ્માર્ટસ્પેસીસ સાથે અમારી પાર્ટનરશિપ ઉચ્ચ ગુણવત્તાયુક્ત અફોર્ડેબલ અને મધ્યમ આવક ધરાવતાં હાઉસિંગ ખર્ચ પર અસરકારક રીતે ધ્યાન કેન્દ્રિત કરશે.

X
Arvind SmartSpaces to setup Rs 250 crore's affordable housing platform with HDFC Capital

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી