• Home
  • Business
  • Latest News
  • Adi Godrej said Increasing the intolerance of the country can cause economic development to be damaged

મુંબઈ / આદિ ગોદરેજે કહ્યું- દેશમાં અસહિષ્ણુતા વધવાથી આર્થિક વિકાસને નુકસાનની શકયતા

Adi Godrej said - Increasing the intolerance of the country can cause economic development to be damaged

  • જાતિ-ધર્મને લઈને હિંસા, મહિલાઓ પ્રત્યે હિંસાથી સામાજિક એકતા બગડી રહી છેઃ ગોદરેજ
  • કહ્યું- બેરોજગારી દર 4 દશકામાં સૌથી ઉચ્ચ સ્તરે, તેને ઝડપથી કાબૂમાં કરવાની જરૂરિયાત 

Divyabhaskar.com

Jul 13, 2019, 06:26 PM IST

મુંબઈઃ ગોદરેજ ગ્રુપના ચેરમેન આદિ ગોદરેજે કહ્યું છે કે અસહિષ્ણુતા, નફરત વાળા અપરાધ અને મોરલ પુલિસિંગ વધવાથી દેશના આર્થિક વિકાસને નુકસાન થઈ શકે છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ગોદરેજે એક કોલેજના કાર્યક્રમમાં શનિવારે આ વાત કહી હતી.

દેશમાં બધુ સારું ચાલી રહ્યું નથીઃ ગોદરેજ

  • ગોદરેજે નવા ભારતના નિર્માણ અને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમિના વિશાળ દ્રષ્ટિકોણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. વધુમાં એ પણ કહ્યું છે કે દેશમનાં બધુ સારું ચાલી રહ્યું નથી. ગોદરેજ સામાજિક બાબતો પર ચિંતા વ્યક્ત કરી હતી અને ગ્રોથ પર અસર પડવાની ચેતવણી આપી હતી.
  • દેશની હાલની હાલત પર ગોદરેજે કહ્યું કે એ વાત ન ભૂલવી જોઈએ કે ભારે ગરીબી દેશને સતાવી રહી છે. આ સ્થિતિ વિકાસની ગતિને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને આપણને ક્ષમતાઓને ઓળખવાથી પણ રોકી શકે છે.
  • આદિ ગોદરેજ કહ્યું કે સમગ્ર દેશમાં જાતિ-ધર્મને લઈને હિંસા, મહિલા હિંસા અને બીજી તરફની અસહિષ્ણુતા વધી રહી છે. આ સમાજિક એકતા માટે સારી બાબત નથી.
  • બેરોજગારી પર ગોદરેજે કહ્યું કે તેનો દર 6.1 ટકા છે. જે છેલ્લા 4 દશકમાં સૌથી વધુ છે. આ સ્થિતિને ઝડપથી નિયંત્રણમાં લેવાની જરૂર છે. ભારે જળ સંકટ, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ અને હેલ્થકેર પર ઓછો ખર્ચ જેવા અન્ય મુદ્દાઓ માટે કોશિશ કરવાની જરૂર છે.
X
Adi Godrej said - Increasing the intolerance of the country can cause economic development to be damaged
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી