અગ્રેસર / નાસ્કોમના મતે અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતના ઉદ્યોગો ટેકનોલોજીને ઝડપથી અપનાવી રહ્યા છે

According to Nasscom, Gujarat's industries are adopting technology faster than other states

  • મધ્યમ કદના ઉદ્યોગો પણ AI અને IoT ટેકનોલોજી પ્રત્યે સજાગ
  • પ્રોડક્શનને સુધારવા માટે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે

Divyabhaskar.com

Sep 12, 2019, 05:41 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ (નાસ્કોમ)ના મતે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ (AI) તથા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) જેવી ટેક્નોલોજી અપનાવવામાં ગુજરાતના ઉદ્યોગો દેશના અન્ય રાજ્યોની તુલનામાં વધુ આગળ છે. ફેડરેશન ઓફ ઈન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી) ગુજરાત સ્ટેટ કાઉન્સિલ દ્વારા AI અને IoT ઉપયોગ કરીને સ્પર્ધાત્મકતા વધારવા અંગે ઈન્ડસ્ટ્રી 4.0 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં હાજર નાસ્કોમના ચીફ એક્સીક્યુટીવ ઓફિસર સંજીવ મલ્હોત્રાએ જણાવ્યું કે, ગુજરાતમાં મોટા જ નહિ પણ મધ્યમ કદના ઉદ્યોગો પણ ટેક્નોલોજીનું મહત્વ સમજે છે અને એટલે જ અહી AI અને IoTનું એડોપ્શન વધુ છે.

ફાર્મા ક્ષેત્રે આવી ટેકનોલોજી માટે ઘણી તકો રહેલી છે: પંકજ પટેલ
ઝાયડસ કેડીલા ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર પંકજ પટેલે AI અને IoT જેવી ટેક્નોલોજી અંગે જણાવતા કહ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આ ટેકનોલોજી માટે ઘણી તકો રહેલી છે. આપણી પાસે રિસર્ચના ઘણા ડેટા છે પણ અગાઉ તેનો ઉપયોગ થયો નથી. હવે જયારે આપણી પાસે ટેકનોલોજી ઉપલબ્ધ છે ત્યારે આ ડેટાના માધ્યમથી આપણે અનેક મુશ્કેલીઓનો હલ શોધી શકીએ છીએ. આના માધ્યમથી આપણે એવું ઘણું કરી શકીએ છીએ જેથી લોકોનું જીવન સુધારી શકાય.

ગુજરાતમાં ઓટોમેશન માટે ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે
ઝાયડસના એડવાઇઝર અને ફિક્કીના કો-ચેર સુનીલ પારેખે જણાવ્યું કે, ગુજરાતમાં મોટા ભાગના તમામ સેક્ટરોમાં મેન્યુફેક્ચરીંગ વધુ માત્રામાં થઇ રહ્યું છે. ખાસ કરીને ઓટો ઇન્ડસ્ટ્રીઝ, ફાર્મા, એન્જિનિયરિંગ, કેમિકલ વગેરે જેવા સેક્ટરમાં ઓટોમેશન માટે ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે. ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ઉત્પાદન માટે હવે AI અને IoT જેવી ટેકનોલોજીનો વપરાશ ધીમે ધીમે વધી રહ્યો છે.

કૃષિ માટે નવી ટેકનોલોજી ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે
નાસ્કોમના ડિરેક્ટર સુધાંશુ મિત્તલે જણાવ્યું કે, આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ તથા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવી ટેક્નોલોજી એગ્રીકલ્ચર સેક્ટર માટે ઘણી જ ઉપયોગી સાબિત થઇ શકે છે. ટેક્નોલોજી દ્વારા ક્યા પાકનું વાવેતર થયું છે, પાક મુજબ કેટલું ઉત્પાદન શક્ય છે તેમજ નુકસાનીની સંભાવનાઓ અંગે અગાઉથી વિગત મેળવી શકાય છે. આ ટેક્નોલોજી દ્વારા નુકસાન થયેલા પાકોના વળતર ચૂકવવા માટે પણ વીમા કંપનીઓ ઉપયોગ કરી રહી છે.

X
According to Nasscom, Gujarat's industries are adopting technology faster than other states
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી