ઓટો / મારૂતિએ સ્વિફટ અને વેેગન-આરની કિંમત વધારી, નવો રેટ આજથી લાગુ

Maruti raised the price of Swift and Wagoner, the new rate applied today

  • દિલ્હીમાં સ્વિફ્ટની એક્સ-શોરૂમ કિંમત હવે 5.14 લાખ રૂપિયાથી 8.89 લાખ રૂપિયા સુધી
  • સ્વિફ્ટ અને વેેગન-આરના બીએસ-6 પ્રદૂષણ માપદંડવાળા મોડલ પણ લોન્ચ કર્યા

Divyabhaskar.com

Jun 14, 2019, 06:52 PM IST

નવી દિલ્હીઃ મારૂતિએ સ્વીફ્ટ અને વેેગન-આર કારની કિંમતમાં વધારો કર્યો છે. વધેલા ભાવ શુક્રવારથી લાગુ થઈ ગયા છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી છે. અલ્ટોનું નવું સીએનજી વેરિઅન્ટ, બીએસ-6 પ્રદૂષણ માપદંડ વાળી સ્વિફ્ટ અને વેેગન-આર લોન્ચ કરવામાં આવી છે. આ કારણે કારની કિંમત વધારી છે.

દિલ્હી-એનસીઆરમાં સ્વિફ્ટના એક્સ-શોરૂમની કિંમત 5 લાખ 14 હજાર રૂપિયાથી લઈને 8 લાખ 89 હજાર રૂપિયા સુધી હશે. વેેગન-આરના રેટ 4 લાખ 34 હજાર રૂપિયાથી 5 લાખ 33 હજાર સુધી હશે. અન્ય શહેરોમાં ગ્રાહકોને 4 લાખ 39 હજાર રૂપિયાથી 5 લાખ 38 હજાર રૂપિયા સુધી ચુકવવા પડશે.

બીએસ-6 માપદંડ વાળી વેેગન-આરની દિલ્હી-એનસીઆરમાં એક્સ-શોરૂમ કિંમત 5 લાખ 10 હજાર રૂપિયાથી 5 લાખ 91 હજાર રૂપિયા સુધી થશે. બાકીના શહેરમાં રેટ 5 લાખ 15 હજાર રૂપિયાથી 5 લાખ 96 રૂપિયા સુધી રહેશે.

X
Maruti raised the price of Swift and Wagoner, the new rate applied today
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી