• Home
  • Business
  • Latest News
  • Adani received environmental clearance for coal mine in Australia after a long time despite heavy protests

પરવાનગી / ભારે વિરોધ છતાં લાંબા સમય બાદ ઓસ્ટ્રેલિયામાં અદાણીને કોલ માઈન માટે પર્યાવરણીય મંજુરી મળી

Adani received environmental clearance for coal mine in Australia after a long time despite heavy protests
X
Adani received environmental clearance for coal mine in Australia after a long time despite heavy protests

  • ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં પણ આ મુદ્દો ચગ્યો હતો
  • આ પ્રોજેક્ટથી 8000થી વધુ રોજગારીનું સર્જન થશે

Divyabhaskar.com

Jun 13, 2019, 03:01 PM IST

અમદાવાદ: પર્યાવરણની તરફેણ કરનારાઓ તરફથી જેનો લાંબા સમયથી વિરોધ થઇ રહ્યો છે એવી ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ ક્વીન્સલેન્ડમાં તેના કાર્માઈકલ ખાણ પર કામ શરૂ કરવા માટે અદાણી ગ્રુપની અદાણી ઓસ્ટ્રેલિયાને અંતિમ પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી છે. અદાણીને ખાણની મંજુરી મેળવવા માટે ત્યાના સ્થાનિકોનો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને કંપનીને તમામ પ્રકારની મંજુરી મેળવવા માટે એક દાયકાથી પણ વધારેનો સમય લાગ્યો હતો. આ મંજુરી મળતા કંપની હવે પ્રારંભિક પ્રવૃત્તિઓમાં કોન્ટ્રેક્ટને અંતિમ સ્વરૂપ આપવું, સાધનસામગ્રી એકત્ર કરવી તથા ભરતી પ્રક્રિયા શરુ કરશે અને આ ઉપરાંત માઇનીંગ સાઇટ પર ફેન્સીંગ, બ્રિજ અને રોડ અપગ્રેડેસ, વોટર મેનેજમેન્ટ અને સિવિલ વર્કસ સહિતની બાંધકામ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ પર કામ કરનારા દરેકની સલામતી અને પર્યાવરણીય જરૂરિયાતોને આધીન બાંધકામ એ જ અદાણીની પ્રાધાન્યતા છે. અમે અમારી મેનેજમેન્ટ યોજનાઓ અને મળેલ મંજૂરીઓને અનુસરવા સંમત છીએ.

બે વર્ષની કડક પ્રક્રિયા પસાર કર્યા બાદ મંજુર મળી

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, અત્રે મળેલ મંજૂરી જણાવે છે કે આ યોજના ઓસ્ટ્રેલિયન અને રાજ્ય સરકારો દ્વારા નક્કી કરવામાં આવતી બધી નિયમનકારી શરતોનું પાલન કરે છે, જે સખત વૈજ્ઞાનિક તપાસ, સમીક્ષા અને મંજૂરીઓની લગભગ બે વર્ષની કડક પ્રક્રિયા પસાર કર્યા બાદ મંજુર કરેલ છે. આ મંજુરીમાં ઓસ્ટ્રેલિયાની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ સીએસઆઇઆરઓ અને જીઓસાયન્સ ઑસ્ટ્રેલિયા દ્વારા કરેલ સંબંધિત સમીક્ષાઓ સમાવેશ થાય છે.

2. કાર્માઈકલ ખાણ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા કંપની તૈયાર

અદાણી માઇનીંગના સીઈઓ લુકાસ ડોવે કહ્યું હતું કે, ક્વીન્સલેન્ડ ગવર્મેન્ટના પર્યાવરણ અને વિજ્ઞાન વિભાગ દ્વારા અદાણી માઇનિંગને આજે મંજુરી મળી છે અને ગ્રાઉન્ડવોટર ડેપેન્ડન્ટ ઇકોસિસ્ટમ મેનેજમેન્ટ પ્લાન (જીડીઇએમપી)ને અંતિમ સ્વરૂપ આપી તેને મંજૂર કરવામાં આવ્યું છે. અમે કાર્માઈકલ ખાણ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે તૈયાર છીએ અને આ પ્રદેશો માટે ખુબજ જરૂરી એવી રોજગારી પૂરી પાડવા માટે તૈયાર છીએ.

3. ઓસ્ટ્રેલિયામાં આ પ્રોજેકટથી રોજગારીનું સર્જન થશે

કંપનીએ જણાવ્યું હતું કે, બાંધકામના પ્રકિયા આગામી સપ્તાહોમાં સતત વધતી રેહશે. પ્રોજેક્ટ રેમ્પ અપ અને બાંધકામ દરમિયાન 1,500 ડીરેક્ટ અને 6,750 ઇનડીરેક્ટ રોજગારી આપશે, જેમાં રોકહેમ્પ્ટન અને ટાઉન્સવિલે વિસ્તાર રોજગારી માટે પ્રાથમિક કેન્દ્ર રેહશે. વ્હિટ્સન્ડે, આઇસેક, સેન્ટ્રલ હાઇલેન્ડઝ, મેંકેય, ચાર્ટર્સ ટાવર્સ અને ગ્લેડસ્ટોન પ્રદેશોના લોકોને પણ રોજગારીની તકોથી લાભ થશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી