સ્ટ્રાઈક / જોડાણ, NPA તેમજ અન્ય મુદ્દાઓને લઈને ગુજરાત સહીત દેશભરમાં રાષ્ટ્રિયકૃત બેંકો 22 ઓક્ટોબરે હડતાળ પાડશે

Nationalized banks to go on strike against merger, NPAs and other issues

  • ગુજરાતમાં અંદાજે 4,000થી વધુ બેંક બ્રાન્ચો હડતાળના કારણે બંધ રહેશે
  • બેંક કર્મચારી યુનિયનના મતે લોકોનું ધ્યાન NPAમાંથી હટાવવાનો સરકારનો હેતુ
  • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ આ હડતાળમાં નહિ જોડાય

Divyabhaskar.com

Oct 09, 2019, 03:38 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: દિવાળીના તહેવારોને હવે થોડા દિવસો બાકી છે ત્યારે બેન્કિંગ સેક્ટરના વિવિધ પ્રશ્નોને લઈને ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયીસ એસોસિએશન (AIBEA) દ્વારા દેશવ્યાપી એક દિવસ માટે હડતાળનું ફરમાન કરવામાં આવ્યું છે. આગામી 22 ઓક્ટોબરના રોજ ગુજરાત સહીત દેશભરની રાષ્ટ્રિયકૃત બેંકો આ હડતાળમાં જોડાશે. મહાગુજરાત બેંક એમ્પ્લોયીસ એસોસિએશનના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું કે, બેન્કોના મર્જર, નોન પરફોર્મિંગ એસેટ (NPA), લોનની રીકવરી તેમજ બેન્કિંગમાં નોકરીઓ ગુમાવવાના ભય સહિતના મુદ્દાઓને લઇ ને આ એક દિવસ માટે કર્મચારીઓ હડતાળ પર જશે. જોકે, આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) જોડાશે નહિ.

રાજ્યમાં રૂ 15 હાજર કરોડના ટ્રાન્ઝેક્શનને અસર થશે
આ હડતાળના કારણે આખા ગુજરાત ભરમાં રાષ્ટ્રિયકૃત બેન્કોની 4000થી વધુ બ્રાન્ચો એક દિવસ માટે બંધ રહેશે. જનક રાવલના જણાવ્યા પ્રમાણે આના લીધે રાજ્યમાં રૂ. 15 હાજર કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનને અસર થઇ શકે છે.

જોડાણ કરી દેવાથી બેન્કોની મુશ્કેલી ઘટશે નહીં
એમ્પ્લોયી યુનિયનના મતે, બેડ લોનના ભારણને કારણે બેન્કો આજે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે તેવા સમયે આ મર્જરથી કોઈ ફાયદો થશે નહીં. SBIનું ઉદાહરણ આપતા મહાગુજરાત બેન્ક એમ્પ્લોયીઝ એસોસિએશ જણાવે છે કે, SBIના મર્જર પછી તેની બેડ લોનમાં વધારો થયો હતો. આવું જ જોખમ અન્ય બેન્કોના મર્જરમાં પણ રહેલું છે. દેશને અત્યારે વધુ બેન્કોની જરૂર છે તેવા સમયે સરકાર બેન્કોની સંખ્યા ઘટાડી રહી છે. આનાથી ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કિંગ પર ખરાબ અસર પડશે.

બેંક કર્મચારીઓની નોકરીઓ પર જોખમ
જનક રાવલ જણાવે છે કે, વિશ્વભરમાં જ્યાં પણ બેન્કોનું જોડાણ કે, કોન્સોલીડેશન થયું છે ત્યાં બેંક કર્મચારીઓની નોકરીઓ જોખમમાં મુકાઇ હતી અથવાતો ગુમાવવાનો વારો આવ્યો હતો. ભારતમાં પણ આવું થવાની પૂરી સંભાવના છે અને સરકાર પણ આવું જ કંઇક ઈચ્છી રહી હોય તેવું લાગી રહ્યું છે જેથી કરીને વધુ પ્રોફિટ બતાવી શકાય.

X
Nationalized banks to go on strike against merger, NPAs and other issues
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી