જેટ એરવેઝ / ફાઉન્ડર નરેશ ગોયલ હવે વિદેશ જવા નથી માગતા, કોર્ટે 18 હજાર કરોડની ગેરંટી માંગી હતી

Naresh Goyal moves Delhi HC seeking to withdraw plea Seeking Permission 

  • ગોયલે લુકઆઉટ સર્ક્યુલરને પડકાર આપીને દિલ્હી હાઈકોર્ટથી વિદેશ જવાની મંજૂરી માંગી હતી
  • કોર્ટે કહ્યું હતું કે, વિદેશ જવા માંગતા હોવ તો ગેરંટી આપવી પડશે

Divyabhaskar.com

Aug 09, 2019, 11:46 AM IST

નવી દિલ્હી: દેવાળિયા જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી પરત લેવા માટે એક અરજી કરી છે. ગોયલે વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. તેને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર આપીને ગોયલે વિદેશ જવાની મંજૂરી માંગી હતી. પરંતુ કોર્ટે ગયા મહિને કહ્યું હતું કે, વિદેશ જવા માંગતા હોવ તો રૂ. 18 હજાર કરોડની ગેરંટી આપવી પડશે. હવે ગોયલ તે અરજી પરત લેવા માંગે છે. આ અરજી પર શુક્રવારે સુનાવણી થવાની શક્યતા છે.

ગોયલને 25 મેના રોજ મુંબઈ રોકવામાં આવ્યા હતા

  • ગોયલનું કહેવું છે કે, રૂ. 18,000 કરોડના ફ્રોડના કેસમાં સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (એસએફઆઈઓ) તપાસ કરી રહ્યા છે. તેઓ તપાસમાં પૂરો સહયોગ કરી રહ્યા છે. તેથી જ તેઓ વિદેશ જવાની મંજૂરી વાળી અરજી પરત લઈ રહ્યા છે. જુલાઈમાં વિદેશ જવુ ખૂબ જ જરૂરી હતું. તેથી અરજી દાખલ કરી હતી. પરંતુ અરજી કર્યા પછી એસએફઆઈઓનો સમન્સ મળ્યો.
  • નરેશ ગોયલ અને પત્ની અનિતાને 25મેના રોજ મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટમાંથી નીચે ઉતાર્યા હતા. તેઓ દુબઈ થઈને લંડન જવા માંગતા હતા. જેટ એરવેઝમાં આર્થિક સંકટના કારણે કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીએ ગોયલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું હતું. મંત્રાલયે એસએફઓઆઈને તપાસના આદેશ આપ્યા હતા.
  • એક સમયે દેશની સૌથી મોટી ખાનગી એરલાઈન્સ કંપની જેટ એરવેઝ અત્યારે દેવાળિયાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આર્થિક સંકટના કારણે એપ્રિલથી તેનું સંચાલન બંધ થઈ ગયું છે. લોન રિસ્ટ્રક્ચરિંગ પ્લાન અંતર્ગત નરેશ અને અનીતાએ માર્ચમાં જેટના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. નરેશ ગોયલે ચેરમેન પદ પણ છોડી દીધું છે.
X
Naresh Goyal moves Delhi HC seeking to withdraw plea Seeking Permission 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી