તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Narayan Murthy, Angry For An Hour And A Half Late In The Program; Finished The 20 Minute Speech In 5 Minutes And Said I'm Not Used To This

કાર્યક્રમમાં દોઢ કલાક મોડું થતા નારાયણ મૂર્તિ નારાજ; 20 મિનિટની સ્પીચ 5 મિનિટમાં ખતમ કરીને કહ્યું- હું આનાથી ટેવાયેલો નથી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં નાના અને મધ્યમ વેપારીઓ માટે એમેઝોન સંભવ સમિટનું આયોજન થયું હતું
  • એમેઝોનના ફાઉન્ડરની હાજરીમાં ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કાર્યક્રમ મોડો શરૂ થતા નારાજગી વ્યક્ત કરી હતી

નવી દિલ્હીઃ 

મારી વાત સંક્ષેપમાં કહેવાનો પ્રયાસ કરીશઃ નારાયણ મૂર્તિ
નારાયણ મૂર્તિએ કહ્યું- આપણને લગભગ દોઢ કલાક જેટલું મોડું થઈ ગયું છે. મારે મારી વાત 11.45 સુધી ખતમ કરવાની હતી, પણ હાલ 11.53 થઈ રહ્યા છે એટલે હું મારી વાત સંક્ષેપમાં કહેવાનો પ્રયાસ કરીશ. મારે 20 મિનિટ સુધી બોલવાનું હતું, પણ હવે હું મારી વાત પાંચ જ મિનિટમાં પતાવીશ. કારણ કે હું આવા મોડા કાર્યક્રમોથી ટેવાયેલો નથી.પોતાની વાત ખતમ કરીને તાત્કાલિક તેમણે મંચ છોડી દીધું હતું. ત્યારબાદ તેઓ ફરી સ્ટેજ પર ત્યારે આવ્યા જ્યારે એમેઝોનના સીઈઓ જેફ બેજોસે તેમને પ્રશંસા પત્ર આપવા માટે બોલાવ્યા.
એમેઝોન સંભવ સમિટમાં 100થી વધારે ગ્લોબલ લીડર અને એક્સપર્ટ આવ્યા 
નાના અને મધ્યમ વેપારીઓ માટે યોજાયેલા એમેઝોન સંભવ સમિટમાં 100થી વધારે ગ્લોબલ લીડર અને ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ ભાગ લઈ રહ્યા છે. એમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજોસ આ સમિટ માટે ભારતના પ્રવાસે આવશે. તેમણે સમિટ દરમિયાન જાહેરાત કરી હતી કે એમેઝોન 2025 સુધી 10 અબજ ડોલર(71 હજાર કરોડ રૂપિયા)ની કિંમસની મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરશે. સાથે જ ભારતમાં નાના અને મધ્યમ વેપારીઓને ડિઝિટાઈઝ કરવા માટે એક અબજ ડોલર(7,100 કરોડ રૂપિયા)નું રોકાણ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો