મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(આરઆઈએલ) 10 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વાળી દેશની પ્રથમ કંપની બની છે. બીએસઈ પર રિલાયન્સના શેરમાં ગુરુવારે 0.7 ટકા તેજી આવવાથી વેલ્યુએશનમાં 5 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો. બુધવારે 9 લાખ 95 હજાર કરોડ રૂપિયા હતી. કંપનીએ એક સપ્તાહમાં બીજો રેકોર્ડ બનાવ્યો. ગત મંગળવારે 9.5 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. કંપની 18 ઓક્ટોબરે 9 લાખ કરોડ રૂપિયા પર પહોંચી હતી.
વેલ્યુએશનમાં ટોપ-5 કંપનીઓ
કંપની | માર્કેટ કેપ(રૂપિયા) |
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ | 10 લાખ કરોડ |
ટીસીએસ | 7.80 લાખ કરોડ |
એચડીએફસી બેન્ક | 6.97 લાખ કરોડ |
હિન્દુસ્તાન યુનીલીવર | 4.48 લાખ કરોડ |
એચડીએફસી | 4 લાખ કરોડ |
RILએ રોકાણકારોને આ વર્ષે 40 ટકા રિટર્ન આપ્યું
રિલાયન્સનો શેર ગુરુવારે કારોબાર દરમિયાન આ સ્તરે પહોંચ્યો. બુધવારે 0.7 ટકાના વધારા સાથે 1569.75 રૂપિયા પર બંધ થયો હતો. રિલાયન્સના શેરે આ વર્ષે રોકાણકારોને 40 ટકા રિટર્ન આપ્યું છે. બ્રોકરેજ ફર્મોનું રેટિંગ વધવા અને ટેલિકોમ બિઝનેસ સતત ફાયદામાં રહેવાને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં થોડા દિવસોથી સતત તેજી છે.
રિલાયન્સ ગત સપ્તાહે વિશ્વની 6 અગ્રણી એનર્જી કંપનીઓના કલબમાં સામેલ થઈ
કંપની એનર્જી સેકટરમાં વિશ્વની પ્રમુખ કંપનીઓના અલીટ કલબમાં સામેલ થઈ ગઈ હતી. આરઆઈએલ હવે વિશ્વની છઠ્ઠી મોટી લિસ્ટેડ ઓઈલ કંપની છે. રિલાયન્સે માર્કેટ કેપમાં ગત મંગળવારે બ્રિટિશ કંપની બીપીને પાછળ છોડી દીધી હતી. રિલાયન્સની હાલની માર્કેટ કેપ 140 અબજ ડોલર(10 લાખ કરોડ રૂપિયા) છે. બીપીની 128 અબજ ડોલર છે. પહેલા નંબર પર અમેરિકાની અક્સોન મોબિલ છે. તેની માર્કેટ કેપ 290 અબજ ડોલર છે.
રિલાયન્સ અગામી 2 વર્ષમાં 200 અબજ ડોલર સુધી પહોંચી શકે છે: રિપોર્ટ
બ્રોકરેજ ફર્મ બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચે ગત મહિને આ રિપોર્ટ ઈસ્યુ કર્યો હતો. તે મુજબ રિલાયન્સના ન્યુ કોમર્સ અને બ્રોડબેન્ડ બિઝનેસની મદદથી અગામી 24 મહીનામાં કંપનીની માર્કેટ કેપ 200 અબજ ડોલર સુધી પહોંચી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.