ફોર્બ્સ / વિશ્વના 9માં સૌથી અમીર વ્યક્તિ બન્યા મુકેશ અંબાણી, ગુગલના ફાઉન્ડર્સ કરતાં આગળ

મુકેશ અંબાણી-ફાઇલ તસવીર
મુકેશ અંબાણી-ફાઇલ તસવીર

  • 30 વર્ષમાં રિલાયન્સનું માર્કેટકેપ 60,000 ટકા વધ્યું
  • 10 લાખ કરોડ એટલે પાકિસ્તાનના જીડીપીથી અડધું, દુનિયાના 150 દેશો કરતાં પણ વધુ

Divyabhaskar.com

Nov 30, 2019, 07:07 AM IST
નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના નવમા ક્રમના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ગુગલના ફાઉન્ડર લેરી પેજ અનએ સર્ગે બ્રિનને પાછળ પાડ્યા છે. ફોર્બ્સની વિશ્વના અબજોપતિની રિયલ ટાઈમ લિસ્ટ અનુસાર, અંબાણીની નેટવર્થ 6070 કરોડ ડોલર (રૂ. 4.33 લાખ કરોડ) છે. પેજ 4.25 લાખ કરોડ નેટવર્થ સાથે 10માં અને 4.10 લાખ કરોડ સાથે 11માં ક્રમે છે. મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે. ગતવર્ષે અલીબાબાના ફાઉન્ડર જેકમાને પાછળ પાડ્યા હતા. જેકમાની નેટવર્થ 2.95 લાખ કરોડ છે. કંપનીની વેલ્યુ પાકિસ્તાનના અડધા જીડીપી સમકક્ષ છે. પાકિસ્તાનની જીડીપી 23 લાખ કરોડ છે. જે ભારતની જીડીપીની તુલનાએ 5.26 ટકા છે. વિશ્વમાં 156 દેશોની જીડીપી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કરતાં ઓછી છે. તેની માર્કેટ કેપ 150 દેશોની જીડીપી કરતાં વધુ છે.
ટેલિકોમ, રિટેલ સેક્ટરથી વધુ લાભ
રિલાયન્સનો શેર એક વર્ષમાં 40 ટકા વધ્યો છે. છેલ્લા થોડા મહિનામાં થયેલી જાહેરાતોને પગલે શેરમાં ઉછાળો આવ્યો છે. મુકેશ અંબાણીએ ઓગસ્ટમાં જણાવ્યુ હતુ કે, 18 મહિનામાં રિલાયન્સને દેવામુક્ત બનાવવાનો લક્ષ્ય છે. છેલ્લા થોડા દિવસોમાં રિલાયન્સે જણાવ્યુ હતુ કે, ટેલિકોમ કંપની જિયો ડિસેમ્બરથી ટેરિફ વધારશે. રેલિગેયર બ્રોકિંગના વાઈસ પ્રેસિડન્ટ અજિત મિશ્રા અનુસાર, ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાં રિલાયન્સને રોકાણના પોઝિટિવ પરિણામો મળી રહ્યા છે. જેથી કંપનીનો શેર સતત ગ્રોથ કરી ઓલટાઈમ હાઈની નવી સપાટી બનાવી રહ્યો છે.
અંબાણીની નેટવર્થ 9 વર્ષમાં બમણી થઈ
ફોર્બ્સની માર્ચ, 10ની યાદીમાં અંબાણીની નેટવર્થ 29 અબજ ડોલર હતી. ત્યારબાદ 2014 સુધી ઘટી છે. 18.6 અબજ ડોલર થઈ હતી. 2015માં 21 અબજ ડોલર થઈ છે. 2014માં 19.3 અબજ ડોલર થઈ હતી. માર્ચ, 2017માં 23.2 અબજ ડોલર અને માર્ચમાં જારી લિસ્ટમાં 50 અબજ ડોલરે પહોંચી છે.
ફોર્બ્સ: ટોપ-10 અબજોપતિ
નામ કંપની નેટવર્થ
જેફ બેજોસ એમેઝોન 8
બર્નાર્ડ અર્નોલ્ટ ફેમિલી એલવીએમએચ 7.67
બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટ 7.66
વોરેન બફે બર્કશાયર હેથવે 6.2
માર્ક ઝુકરબર્ગ ફેસબુક 5.34
લેરી એલિસન ઓરેકલ 4.93
અમેનિસો ઓર્ટેગા ઝારા 4.93
કાર્લોસ સ્લિમ ફેમિલી અમેરિકા મોવિલ 4.34
મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 4.33
લેરી પેજ ગુગલ 4.25
X
મુકેશ અંબાણી-ફાઇલ તસવીરમુકેશ અંબાણી-ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી