મુકેશ અંબાણી સતત 12મી વખત દેશના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા, ગૌતમ અદાણી આઠ ક્રમાંકની છલાંગ લગાવી 2 નંબરે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અદાણીએ આ લિસ્ટમાં 8 ક્રમનો કૂદકો મારીને આ વર્ષે બીજુ સ્થાન મેળવ્યું
  • 14 અમીરોની સંપતિમાં 1 અબજ ડોલરનો ઘટાડો આવ્યો
  • ગત વર્ષના લિસ્ટમાં સામેલ 9 અબજપતિઓ આ વખતે લિસ્ટમાંથી બહાર થયા
  • આ વખતે અમીરોના લિસ્ટમાં છ નવા અબજપતિઓને જગ્યા મળી છે

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના ચેરમેન મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીયોના લિસ્ટમાં ફરીથી પ્રથમ નબર પર રહ્યાં છે. તેઓ સતત 12મી વખતે દેશના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સ ઈન્ડિયા મેગેઝીને વર્ષ 2019નું અમીરોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં 51.4 અબજ ડોલરની સંપતિ(નેટવર્થ)ની સાથે મુકેશ અંબાણીએ ફરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે ઈન્ફ્રાસ્ટ્રકચર ટાઈકૂન ગૌતમ અદાણી આ વખતે બીજા સૌૈથી અમીર ભારતીય બન્યા છે.
ગૌતમ અદાણીની કુલ સંપતિ 15.7 અબજ ડોલર છે. અદાણીએ આ લિસ્ટમાં 8 ક્રમનો કૂદકો મારીને આ વર્ષે બીજુ સ્થાન મેળવ્યું છે. મેગેઝીનના જણા્વ્યા અનુસાર, એરપોર્ટથી લઈને ડેટા સેન્ટર સુધીના તમામ પ્રકારના કારોબારના કારણે અદાણીને આ સફળતા મળી છે. આ લિસ્ટમાં 100 સૌથી અમીર લોકોનો સમાવેશ કરવામાં આવે છે. 

અઝીમ પ્રેમજી 17માં સ્થાને પહોંચ્યા
ફોર્બ્સ અનુસાર, 14 અમીરોની સંપતિમાં 1 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે. ગત વર્ષના લિસ્ટમાં સામેલ 9 અબજપતિઓ આ વખતે લિસ્ટમાંથી બહાર થયા છે. બિઝનેસ ટાયકૂન અઝીમ પ્રેમજીની સંપતિમાં ભારે ઘટાડો આવ્યો છે. જેનું કારણ એ છે કે તેેમણે માર્ચમાં પોતાની સંપતિનો મોટો હિસ્સો દાન કરી દીધો હતો. આ કારણે તે આ વર્ષના લિસ્ટમાં 17માં ક્રમાંકે છે. તે ગત વર્ષેના લિસ્ટમાં બીજો ક્રમાંકે હતા.
અશોક લેલેન્ડના પ્રમોટર હિંદુજા બ્રધર્સ કુલ 15.6 અબજ ડોલરની નેટવર્થની સાથે ત્રીજા, શાપૂરજી પાલોનજી ગ્રુપના પાલોનજી મિસ્ત્રી 15 અબજ ડોલરની નેટવર્થની સાથે ચોથા, કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટક 14.8 અબજ ડોલરની નેટવર્થની સાથે પાંચમાં અને 14.4 અબજ ડોલરની નેટવર્થની સાથે એચસીએલના શિવ નડાર આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને છે.
આ વખતે અમીરોના લિસ્ટમાં છ નવા અબજપતિઓને જગ્યા મળી છે. તેમાં 1.91 અબજ ડોલરની સંપતિ વાળા બિજૂ રવીંન્દ્રન, 1.7 અબજ ડોલરની સંપતિની સાથે હલ્દીરામ ગ્રુપના મનોહર લાલ અને મધુસુદન અગ્રવાલ અને 1.5 અબજ ડોલરની સાથે જકુઆર સમુહના રાજેશ મેહરા સામેલ છે.

આર્થિક સુસ્તીથી અમીરોની સંપતિમાં ઘટાડો આવ્યો
જોકે આ વર્ષે બિઝનેસ ટાયકૂન્સની કુલ સંપતિમાં ઘટાડો આવ્યો છે. ફોર્બ્સના લિસ્ટ મુજબ કારોબારીઓની કુલ સંપતિ 8% ઘટીને 452 અબજ ડોલર થઈ છે. મેગેઝીનનું કહેવું છે કે આર્થિક સુસ્તીના કારણે દેશના અમીર લોકો માટે પણ વર્ષ પડકારજનક રહ્યું છે.