અર્થતંત્ર / મૂડીઝે આર્થિક ચિંતાને લીધે ભારતનું ક્રેડિટ રેટિંગ આઉટલૂક સ્ટેબલથી ઘટાડી નેગેટીવ કર્યું, સરકારે કહ્યું -ફંડામેન્ટલ મજબૂત

Moody's downsizes India's credit rating outlook stable due to economic worries, says government
X
Moody's downsizes India's credit rating outlook stable due to economic worries, says government

  • મૂડીઝે આર્થિક વિકાસ દરમાં ઘટાડાના જોખમને ધ્યાનમાં રાખી આઉટલૂકમાં ફેરફાર કર્યો
  • સરકારની પ્રતિક્રિયા- ભારત વિશ્વની સૌથી ઝડપી વૃદ્ધી પામતા અર્થતંત્રવાળા દેશોમાં સામેલ.

Divyabhaskar.com

Nov 08, 2019, 12:19 PM IST
નવી દિલ્હી: રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ભારતનું ક્રેડિટ રેટિંગ આઉટલૂક સ્ટેબલથી ઘટાડી નેગેટીવ કર્યું છે. આ સાથે મૂડીઝે આજે જણાવ્યું હતું કે આગામી સમયમાં આર્થિક વિકાસ દરમાં ઘટાડાના જોખમની સ્થિતિને જોતા આઉટલૂકમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે. અલબત રેટિંગ એજન્સીએ ફોરેન ઈસ્યુઅરનું રેટિંગ Baa2 યથાવત રાખ્યું છે, આ રેટિંગ બીજા ક્રમનો સૌથી નીચો ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ સ્કોર છે. બીજીબાજુ મૂડી દ્વારા આપવામાં આવેલ રેટિંગ અંગે પ્રતિક્રિયા આપતા સરકારે કહ્યું હતું કે ફુગાવો અંકૂશમાં હોવાની સાથે અર્થતંત્રનું આધારભૂત માળખુ પણ ઘણું મજબૂત છે. 

સરકારના પગલાંથી આર્થિક સુસ્તીની અસર ઓછી થશે

1.મૂડીઝે કહ્યું હતું કે લાંબા સમયથી ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક તંગી, રોજગારું ઓછું સર્જન તથા હવે નોન બેન્કિંગ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશન્સમાં રોકડની તંગીની સ્થિતિને લીધે આર્થિક સુસ્તી વધે તેવી શક્યતા છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે અર્થતંત્રને ટેકો આપવા માટે સરકાર જે પગલાં ભરી રહી છે તેનાથી સ્લોડાઉનનો સમય અને અસર ઓછી થવી જોઈએ.

2. મૂડીઝનું કહેવું છે કે નોમિનલ જીડીપી ગ્રોથમાં તેજી નહીં આવે તો સરકારે બજેટ ખાધ ઓછી કરવા અને દેવાનો બોજ વધતો અટકાવવા ઘણાબધા દબાણનો સામનો કરવો પડશે.

3.સરકારે કહ્યું છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપભેર વધતી અર્થવ્યવસ્થાવળા દેશમાં સમાવેશ ધરાવે છે. અર્થતંત્રને મજબૂત કરવા માટે અમે આર્થિક તથા અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલ અનેક સુધારા કર્યા છે. વિશ્વભરમાં આર્થિક મંદીને જોતા નીતિગત નિર્ણય પણ લેવામાં આવ્યા છે. આ પગલાથી દેશના આઉટલૂકને લઈ લાભ થશે અને રોકાણમાં વધારો થશે. વર્લ્ડ ઈકોનોમીને લઈ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના તાજેતરના અનુમાનમાં ભારતનો જીડીપી ગ્રોથ આ વર્ષ 6.1 ટકા તથા આગામી વર્ષ 7 ટકા રહેવાની શક્યાત વ્યક્ત કરવામાં આવી છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી